Atishi Marlena એ શનિવારે Delhi ના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ નિવાસ ખાતે એલજી વિનય સક્સેના દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથ બાદ Atishi Marlena એ અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા. તેઓ દિલ્હીના સૌથી યુવા અને ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા. તેમના પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
મુકેશ અહલાવત નવો ચેહરો
આતિશી બાદ સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે મંત્રી તરીકે શપથ લીધા. કેબિનેટમાં મુકેશ અહલાવત એકમાત્ર નવો ચહેરો છે.
Atishi Marlena ત્રીજી મહિલા મુખ્યમંત્રી
43 વર્ષની આતિશી કાલકાજી સીટથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકી છે. આતિશીએ દિલ્હીના સૌથી યુવા સીએમ બનવાનો કેજરીવાલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આતિષીની ઉંમર 43 વર્ષની છે, જ્યારે કેજરીવાલ 2013માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે 45 વર્ષના હતા. AAP ધારાસભ્યોએ 17 સપ્ટેમ્બરે કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ ફાઈનલ કર્યું હતું.
આ પણ વાંચો: NPS Vatsalya: હવે બાળકો માટે ન કરો ચિંતા!
આતિશીના શપથ ગ્રહણ સમારોહમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને પંજાબના સીએમ ભગવંત માન હાજર રહ્યા હતા.
આતિશી 5 મહિનાથી ઓછા સમય માટે મુખ્યમંત્રી રહેશે. દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થાય છે. ચૂંટણી પંચ વર્તમાન ગૃહની પાંચ વર્ષની મુદત પૂરી થવાની તારીખ પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરે છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 15(2) કહે છે કે વિધાનસભાની મુદત પૂરી થયાના 6 મહિનાથી ઓછા સમય પહેલા ચૂંટણીની સૂચના આપી શકાતી નથી.