Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALGaganyaan: અવકાશયાત્રીઓના ટ્રેનિંગ વીડિયોમાં કંઈક ખાસ

Gaganyaan: અવકાશયાત્રીઓના ટ્રેનિંગ વીડિયોમાં કંઈક ખાસ

Share:

સ્વતંત્રતા દિવસના અવસર પર, ISROએ Gaganyaan મિશનના અવકાશયાત્રીઓની તાલીમનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે Gaganyaan અવકાશયાત્રીઓને અવકાશ જેવી સિમ્યુલેટેડ સ્થિતિમાં તાલીમ આપવામાં આવી રહી છે.

ઈસરોએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કર્યો છે. વીડિયોમાં અવકાશયાત્રીઓ સ્પેસ મોડ્યુલની અંદર યોગ કરી રહ્યા છે. તેમને અવકાશયાન, શૂન્ય ગુરુત્વાકર્ષણ અને અવકાશમાં અન્ય પડકારો અનુસાર તાલીમ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Vinesh Phogat: દેશના કરોડો લોકોની આશા તૂટી

ભારત 23 ઓગસ્ટ 2024ના રોજ નેશનલ સ્પેસ ડે (NSD) ઉજવશે. ગયા વર્ષે આ દિવસે, ISROનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતર્યું હતું. દેશભરમાં નેશનલ સ્પેસ ડેની તૈયારીઓ ચાલી રહી છે. ઇસરો ચીફ ડો.એસ.સોમનાથે દેશભરના લોકોને આ ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરી છે.

PM મોદીએ ફેબ્રુઆરીમાં તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ખાતે ગગનયાન મિશનના અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી હતી. જેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.

PM મોદીએ શું કહ્યું?

આ અવસર પર પીએમ મોદીએ કહ્યું- થોડા સમય પહેલા દેશને પહેલીવાર 4 ગગનયાન યાત્રીઓ સાથે પરિચય થયો હતો. આ માત્ર 4 નામ કે 4 લોકો નથી, આ ચાર શક્તિઓ છે જે 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને અવકાશમાં લઈ જવા જઈ રહી છે. 40 વર્ષ પછી એક ભારતીય અવકાશમાં જઈ રહ્યો છે, પરંતુ આ વખતે સમય આપણો છે, કાઉન્ટ ડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણું છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments