બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. 3જી જુલાઈથી Anant-Radhika ની Ceremony શરૂ થઈ ગઈ છે. સંગીત સમારોહ 5મી જુલાઈએ અને હલ્દી સમારોહ 8મી જુલાઈએ યોજાયો હતો. Anant-Radhika Mehendi Ceremony – આજે અનંત-રાધિકાની મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે રાધિકા મર્ચન્ટ એન્ટિલિયા પહોંચી છે.
Anant-Radhika Mehendi Ceremony માં લોકપ્રિય સેલિબ્રિટી મહેંદી કલાકાર વીણા નાગડા રાધિકા મર્ચન્ટને મહેંદી લગાવવા જઈ રહી છે. વીણા નાગડાએ અંબાણી પરિવારના દરેક લગ્નમાં મહેંદી લગાવી હતી. મહેંદી સેરેમની માટે મહેમાનોના આવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકા 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ લગ્નમાં બીજા દિવસે 13મી જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનો નવદંપતીને આશીર્વાદ આપશે. આ પછી, 14 જુલાઈએ રિસેપ્શન થશે, જેમાં વિશ્વભરના VVIP મહેમાનો હાજરી આપશે. ત્રણેય દિવસના આ કાર્યક્રમો મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં જ યોજાશે.
આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજર
અનંત-રાધિકાના લગ્નમાં ઘણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીએ પૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયાને પણ લગ્નનું આમંત્રણ મોકલ્યું છે.
આ પણ વાંચો: Samuh Vivah: અનંત-રાધિકાના લગ્ન પહેલા સમૂહ લગ્નનું આયોજન