Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeSPORTSTEAM INDIA: BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયા આપ્યા

TEAM INDIA: BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયા આપ્યા

Share:

T-20 વર્લ્ડ ચેમ્પિયન TEAM INDIA નું સન્માન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સમાપ્ત થઈ ગયું છે. રાત્રે 9 વાગ્યે રાષ્ટ્રગીત સાથે સન્માનની શરૂઆત થઈ. કેપ્ટન રોહિત શર્માએ ટ્રોફી દેશને સમર્પિત કરી. તેના પછી કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે તે ટીમના પ્રેમને યાદ કરશે. BCCIએ TEAM INDIA ને 125 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું છે.

વિરાટ કોહલીએ કહ્યું, ‘જસપ્રીત બુમરાહે દેશને સૌથી મોટી ભેટ આપી. તેમના જેવો બોલર પેઢીમાં માત્ર એક જ વાર આવે છે. તે વિશ્વની 8મી અજાયબી છે. અંતમાં બુમરાહે કહ્યું, ‘હું કોઈ મેચ પછી રડતો નથી, પરંતુ ફાઈનલ બાદ મારી આંખોમાંથી 2-3 વખત આંસુ નીકળ્યા હતા.’

ભવ્ય રોડ શો અને રેલીમાં અવિશ્વસનીય નજારો

ભવ્ય રોડ શો અને રેલીમાં અવિશ્વસનીય નજારો દેખાયો હતો. હવે ભારતની ટીમ વાનખેડેના મેદાનમાં પહોંચી ત્યારે તો ત્યાં કદી ન ભૂલી શકાય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. વાનખેડેના મેદાનમાં ભારતની ટીમના ખેલાડીઓ, BCCIના ઓફિશયલ્સ અને હજારોની સંખ્યામાં ફેન્સ હાજર રહ્યા હતા. વાનખેડેનું આખુંય મેદાન આજે INDIA… INDIA… જેવા નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

પીએમ મોદીની ભારતીય ખેલાડીઓ સાથે મીટિંગ

પીએમ મોદી પણ ભારતીય ખેલાડીઓની રાહ જોઈ રહ્યા હતા. હોટલથી લઈને પીએમ હાઉસ સુધીના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા હતા. પરંતુ કોઈને અંદર જવાની પરવાનગી ન હતી, તેથી જ્યારે મીટિંગ સમાપ્ત થઈ, ત્યારે તેનો વીડિયો સામે આવ્યો. 11 વાગ્યે શરૂ થયેલી આ બેઠક લગભગ 12:30 સુધી ચાલી હતી. આ દરમિયાન પીએમ મોદીએ એક ખેલાડી સાથે વાત કરી અને તેના પ્રદર્શનની પ્રશંસા કરી. પીએમ મોદી સતત ખેલાડીઓ સાથે તેમના પ્રદર્શન વિશે વાત કરી રહ્યા હતા, આ દરમિયાન ખુશી અને આનંદનો માહોલ હતો.

T-20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી છે. દિલ્હીમાં આગમન બાદ ટીમ સૌપ્રથમ ITC મૌર્ય હોટલ પહોંચી. સવારે 11 વાગ્યે ટીમ ઈન્ડિયા વડાપ્રધાન મોદીને મળવા તેમના નિવાસ 7, લોકકલ્યાણ માર્ગ પહોંચી. PM મોદીએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ સાથેનો વીડિયો શૅર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેપ્ટન રોહત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડ PMને ટ્રોફી સોંપી તેમની સાથે પોઝ લેતાં જોવા મળે છે. દોઢ મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી રોહિત, કોહલી, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડીઓ સાથે વાતચીત કરતાં દેખાય છે. એટલું જ નહીં, ચહલની સામે આંગળી ચીંધીને ખડખડાટ હસતાં પણ જોવા મળે છે.

આ પણ વાંચો: IND vs SA: 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો, દેશની થઈ શાનદાર જીત

Indian Cricket Team ના Aircraft ને ચેન્નાઈના Airport પર પહોંચતાની સાથે તેમને એક ખાસ સલામી આપવામાં આવી હતી. Indian Cricket Team ના Aircraft ને Water salute થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પરંપરા દેશ-વિદેશમાં અનેક વર્ષોથી પ્રચલીત છે. અને આ સલામી વિશ્વ સ્તરે સૌથી ખાસ અને અનોખી માનવામાં આવે છે. રોહિત શર્માની ટીમનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, આ પ્રકારનું સ્વાગત ભારતમાં ક્યારેય કોઈ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીને થયું ન હતું.

Our World T20 Champions enthralled everyone with their outstanding performances. Had a wonderful conversation with them. Do watch!


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments