Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeSPORTSHardik Pandya: T-20 ખેલાડીઓની રેન્કિંગમાં ઓલરાઉન્ડર શ્રેણીમાં ટોચ પર

Hardik Pandya: T-20 ખેલાડીઓની રેન્કિંગમાં ઓલરાઉન્ડર શ્રેણીમાં ટોચ પર

Share:

Hardik Pandya ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની તાજેતરની T-20 ખેલાડીઓની રેન્કિંગમાં ઓલરાઉન્ડર શ્રેણીમાં ટોચ પર પહોંચી ગયો છે. તેને બે સ્થાનનો ફાયદો થયો છે. તેણે શ્રીલંકાના ખેલાડી વાનિન્દુ હસરાંગા અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને પાછળ છોડી દીધા છે. T-20 વર્લ્ડ કપ બાદ બુધવારે આ ICC રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ 844 રેટિંગ સાથે બેટિંગમાં પ્રથમ સ્થાને છે. સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને યથાવત છે.

3 દિવસ પહેલા, Hardik Pandya એ દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ કપ ફાઇનલમાં મહત્વના સમયે વિકેટ લઈને વિજયનું નેતૃત્વ કર્યું હતું. તેણે સેટ બેટ્સમેન હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને આઉટ કર્યા. તેણે વર્લ્ડ કપની 8 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. તેણે બાંગ્લાદેશ સામે સુપર-8 મેચમાં અણનમ 50 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં તેણે 48ની એવરેજથી 144 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને

ટ્રેવિસ હેડ હજુ પણ T-20 બેટ્સમેનોની રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવે છે. છેલ્લી વખત જ્યારે હેડ નંબર વન બન્યો ત્યારે તેનું રેટિંગ 844 હતું જે હજુ પણ એટલું જ છે. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 838 રેટિંગ સાથે બીજા સ્થાને છે.

આ દરમિયાન અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને નુકસાન થયું છે. તેનું રેટિંગ 205 છે, તે 4 સ્થાન નીચે છઠ્ઠા સ્થાને આવી ગયો છે. નેપાળના દીપેન્દ્ર સિંહ 199 રેટિંગ સાથે સાતમા નંબર પર યથાવત છે. ઈંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટન એક સ્થાન ઉપર પહોંચી ગયો છે. તે હવે 187 રેટિંગ સાથે આઠમા નંબર પર છે. સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ 186 રેટિંગ સાથે 9માં નંબર પર છે. તેણે પણ એક સ્થાન ગુમાવ્યું છે. ઈંગ્લેન્ડનો મોઈન અલી હવે નવમાથી દસમા સ્થાને સરકી ગયો છે. તેનું રેટિંગ 174 છે.

આ પણ વાંચો: Teachers: 24 હજાર 700 જગ્યાઓ ઉપર કરાશે શિક્ષકોની ભરતી


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments