Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeINTERNATIONALSunita Williams: પૃથ્વી પર પાછા ફરવું બન્યું મુશ્કેલ?

Sunita Williams: પૃથ્વી પર પાછા ફરવું બન્યું મુશ્કેલ?

Share:

ભારતીય મૂળના અવકાશયાત્રી Sunita Williams અને બુચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS) પર અટવાયા છે. પૃથ્વી પર પાછા ફરવાની તેમની આશાઓ ફરી એકવાર તૂટી ગઈ છે. 6 જૂને તેમણે ISS પર પગ મૂક્યો. આ પછી, તે 13 જૂને પરત ફરવાના હતા પરંતુ, બોઇંગની સ્ટારલાઇનર કેપ્સ્યૂલ ખરાબ થઈ ગઈ હતી. આ કારણે તેમની મુલાકાત 22 જૂન સુધી સ્થગિત કરવામાં આવી હતી. 22 જૂને પણ કેટલાક ટેકનિકલ કારણોસર તે પૃથ્વી પર પરત આવી શક્યા ન હતા. આ પછી અમેરિકાની સ્પેસ એજન્સી NASA ની ચિંતા વધી ગઈ છે. આ વાહનની સમસ્યા હજુ દૂર થઈ નથી.

તમને જણાવી દઈએ કે, સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટને ઉડાન દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વાહનના થ્રસ્ટર્સે અચાનક પાંચ વખત કામ કરવાનું બંધ કરી દીધું છે. હિલીયમ ગેસના લીકેજને કારણે વાહન ઉડાડવું જોખમી હતું. બોઇંગનો સ્ટારલાઇનર પ્રોગ્રામ વર્ષોથી સોફ્ટવેરની ખામીઓ, ડિઝાઇન સમસ્યાઓથી ઘેરાયેલુ છે. 6 જૂનના રોજ, જ્યારે અવકાશયાન સ્પેસ સ્ટેશનને ડોક કરવા માટે પહોંચ્યું ત્યારે થ્રસ્ટરમાં નિષ્ફળતા જોવા મળી હતી. આના કારણે જ્યાં સુધી સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી અવકાશયાન સ્પેસ સ્ટેશનની નજીક નહોતું ગયું.

NASA એ આ અવકાશયાત્રીઓને પરત લાવવા માટે વધુમાં વધુ 45 દિવસનો સમય આપ્યો છે. ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાંથી Sunita Williams અને તેના સાથીદારોને પરત લાવવા માટે ઓન-ગ્રાઉન્ડ એન્જિનિયરોની ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. NASA ના અધિકારીઓએ જણાવ્યું કે, સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટનું રિટર્ન મોડ્યુલ ISS ના હાર્મની મોડ્યુલ સાથે જોડાયેલું છે. હાર્મનીના ઓછા ઈંધણ અનામતને કારણે મુસાફરોને પરત લાવવા એ એક મોટો પડકાર છે.

સુનીતા વિલિયમ્સ જે કેપ્સ્યૂલમાં મુસાફરી કરી રહી છે, તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. NASA એ ત્રણ વખત મિશન અટકાવ્યા બાદ આખરે બોઈંગને અવકાશમાં મોકલ્યું હતુ. બોઇંગના સ્ટારલાઇનર કેપ્સ્યુલની આ પ્રથમ ઉડાન છે, જેમાં ક્રૂ મેમ્બર્સમાં NASA ના બે પાઇલોટ છે.

આ પણ વાંચો: Anant-Radhika Royal Card: ચાંદીનું મંદિર જેમાં પ્રભુ વિરાજમાન


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments