આંધ્રપ્રદેશમાં પણ NDAની સરકાર બની છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સુપ્રીમો Chandrababu Naidu એ બુધવારે રાજ્યના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. Chandrababu Naidu એ ચોથી વખત રાજ્યનો હવાલો સંભાળ્યો. આ સાથે તેણે આંધ્રમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ બનાવ્યો.
નાયડુ ઉપરાંત જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેમણે નાયડુના પગને સ્પર્શ કર્યો હતો. નાયડુના પુત્ર નારા લોકેશે ત્રીજા નંબરે શપથ લીધા. નવી સરકારમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત 25 સભ્યો હશે. જેમાં ટીડીપીના 20, જનસેનાના 3 અને ભાજપના એક મંત્રીનો સમાવેશ થાય છે. એક જગ્યા ખાલી રાખવામાં આવી છે.
વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં રાજ્યપાલ અબ્દુલ નઝીરે મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને NDAના મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો. શપથ બાદ વડાપ્રધાન મોદીએ નાયડુને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા.
નાયડુની કેબિનેટમાં તેમના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશ, પ્રદેશ અધ્યક્ષ કે. અતચન્નાઈડુ અને જનસેના પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નડેનદાલા મનોહર. ટીડીપીના મંત્રીઓમાં 17 નવા ચહેરા છે. બાકીના 3 અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે.
જનસેના પાર્ટીના ત્રણ મંત્રીઓ પવન કલ્યાણ, નડેન્દલા મનોહર અને કંદુલા દુર્ગેશ છે. સત્ય કુમાર યાદવ એકમાત્ર ભાજપના ધારાસભ્ય છે જેમણે મંત્રી તરીકે શપથ લીધા. કેબિનેટમાં ત્રણ મહિલાઓ છે. વરિષ્ઠ નેતા એન મોહમ્મદ ફારૂક એકમાત્ર મુસ્લિમ ચહેરો છે.
આ પણ વાંચો: Modi 3.0 Cabinet: કયા નેતાને મળ્યું કયું મંત્રાલય? આવો જાણી લઈએ..