Kuwait ના મંગાફ શહેરમાં 6 માળની ઈમારતમાં લાગેલી આગમાં 49 મજૂરોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્યા ગયેલા લોકોમાં 40 ભારતીય છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.
આ દુર્ઘટના આજે Kuwait ના સમય અનુસાર સવારે લગભગ 6 વાગ્યે બની હતી. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે માત્ર 30 લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં કેટલા ભારતીયો છે તે વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. જોકે, તેઓ કેરળ અને તમિલનાડુના લોકો હોવાની શંકા છે. બીજી તરફ પીએમ મોદીએ દિલ્હીમાં સમીક્ષા બેઠક બોલાવી હતી.
PM મોદીએ કુવૈતમાં આગની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા વ્યક્ત કરી અને મૃતક ભારતીય નાગરિકોના પરિવારોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રાહતની જાહેરાત કરી: PMO
સવારે ગ્રાઉન્ડ ફ્લોર કિચનમાં લાગેલી આગ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. બિલ્ડીંગની અંદર ઘણા લોકો ફસાયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કુવૈત ટાઈમ્સના અહેવાલ મુજબ આ ઈમારતમાં 200થી વધુ કામદારો રહેતા હતા.
આ પણ વાંચો: Modi 3.0 Cabinet: કયા નેતાને મળ્યું કયું મંત્રાલય? આવો જાણી લઈએ..