દિલ્હીમાં શુક્રવારે NDA Meeting યોજાઈ હતી. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંસદ દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. આ NDA Meeting બે કલાકથી વધારે ચાલી હતી. ગઠબંધનના 13 નેતાઓએ ભાષણ આપ્યું હતું, પરંતુ હાલ નીતિશના ભાષણ અને એમના એક વાઇરલ વીડિયોની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. ત્યાંજ ચિરાગ પાસવાન જ્યારે ભાષણ આપી મોદી પાસે પહોંચ્યા તો PM એ એમને ગળે લગાવ્યા હતા.
જોકે નીતિશ ભાષણ આપ્યા પછી જ્યારે મંચ તરફ આવ્યા ત્યારે એમણે PMના પગ સ્પર્શ કરવાની કોશિશ કરી હતી. નીતિશ કુમાર જેવા જ પગ સ્પર્શ કરવા ગયા કે તુરંત જ મોદીએ એમના બંને હાથ પકડી લીધી હતા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી. નીતિશે માથું નમાવીને અભિવાદન કર્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
ચિરાગ પાસવાને કહ્યું, ‘હું પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું. તમારા કારણે એનડીએને જંગી જીત મળી છે. આ જીત તમારી ઈચ્છા શક્તિને કારણે થઈ છે. આ કોઈ સામાન્ય બાબત નથી. વિસ્તારમાં તમારા નામે જે ઉત્સાહ જોવા મળે છે તે ગર્વની વાત છે. તમારા કારણે જ અમે વિશ્વને જણાવવામાં સફળ થયા છીએ કે અમે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, ‘મારી પાર્ટી એલજેપી (રામ વિલાસ) વતી રક્ષા મંત્રી રાજનાથ સિંહ તરફથી જે પ્રસ્તાવ આવ્યો છે તેમાં હું NDA સંસદીય દળના નેતા પદ માટે નરેન્દ્ર મોદીના નામનું સમર્થન કરું છું.’ LJP (રામ વિલાસ) પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ભાષણ આપી મોદી પાસે પહોંચ્યા ત્યારે PMએ તેમને ગળે લગાવ્યા.
આ પણ વાંચો: Narendra Modi: રાષ્ટ્રપતિએ મોદીને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું