Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALNDA v/s INDIA: સરકાર બનાવવાની નંબર ગેમ, ત્રીજી વાર મોદી PM!

NDA v/s INDIA: સરકાર બનાવવાની નંબર ગેમ, ત્રીજી વાર મોદી PM!

Share:

NDA v/s INDIA: લોકસભા ચૂંટણી બાદ સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આ સંબંધમાં બુધવારે સાંજે 4 વાગ્યે પીએમના નિવાસસ્થાને NDAની પ્રથમ બેઠક યોજાઈ હતી. એક કલાક ચાલેલી બેઠકમાં નરેન્દ્ર મોદીને NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. NDAના નેતાઓએ દિલ્હીમાં NDAના નેતાઓએ પસાર કરેલા પ્રસ્તાવમાં સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. જેમાં 21 નેતાઓએ આ પ્રસ્તાવ પર સહી કરી છે.

PM નિવાસ પર NDAની બેઠક

બેઠકમાં 16 પક્ષના 21 નેતાએ ભાગ લીધો હતો. રાજનાથ સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડાને તમામ સહયોગીઓ સાથે વન ટુ વન વાત કરવા અને નવી સરકારના સ્વરૂપ અંગે ચર્ચા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠક મળી છે. બહુમતીના આંકડા (272) કરતાં આ 32 બેઠક ઓછી છે. જોકે એનડીએ 292 બેઠક સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો. ચંદ્રબાબુની TDP 16 બેઠક સાથે ગઠબંધનમાં બીજા નંબરે અને નીતિશની JDU 12 બેઠક સાથે ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષ જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.

ઈન્ડી ગઠબંધનની બેઠક

NDA v/s INDIA: NDAની બેઠકના 2 કલાક બાદ ઈન્ડી ગઠબંધનની પણ બુધવારે સાંજે 6 વાગ્યે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક મળી હતી. દોઢ કલાક ચાલેલી બેઠકમાં 19 પક્ષોના 33 નેતાઓએ ભાગ લીધો. ઈન્ડી ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં 234 બેઠકો મળી હતી. ગઠબંધનને સરકાર બનાવવા માટે 272 સાંસદોના સમર્થનની જરૂર છે. બેઠક પહેલા મહાગઠબંધનના ઘણા નેતાઓ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે વાતચીતની વાત કરતા રહ્યા.

ઈન્ડી ગઠબંધનનું સમજો ગણીત

JDU પાસે 12 બેઠક છે. જો તે ઇન્ડી ગઠબંધન સાથે આવે છે, તો તેનો આંકડો (234+12) 246 પહોંચી જશે. ત્યાર પછી પણ તેઓ બહુમતના આંકડાથી 28 સીટ પાછળ રહી જશે. જો TDP 16 બેઠક સાથે ઇન્ડી ગઠબંધન જોડાય તો આંકડો (234+16)250 પહોંચી જશે. એ પછી પણ ઈન્ડી ગઠબંધનની બહુમતના આંકડાથી 22 બેઠક પાછળ રહી જશે. TDP અને JDUની મળીને 28 બેઠક છે. આ બંને ઇન્ડી ગઠબંધન સાથે જોડાય છે, તો આંકડો (234+16+12) 262 પહોંચશે. એ પછી પણ ઈન્ડી ગઠબંધન 10 બેઠકથી બહુમતમાં પાછળ રહી જશે.

આ પણ વાંચો: Loksabha Election Results: ભાજપ – 240, કોંગ્રેસ – 99 પર સમેટાઈ


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments