Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALExit Polls 2024: અબ કી બાર... કિસકી સરકાર?

Exit Polls 2024: અબ કી બાર… કિસકી સરકાર?

Share:

Exit Polls 2024 સંકેત આપે છે કે, NDAને 350થી 370 સીટ વચ્ચે રહેશે. એટલે એક વાત તો ચોક્કસ છે કે, ગયા વખત કરતાં NDAની બેઠકો વધશે. તો સામે ઈન્ડી ગઠબંધનને માંડ 150 બેઠક મળશે તેવું અનુમાન છે. Exit Polls 2024 ના આંકડાઓમાં નોંધવા જેવી એક વાત છે કે, કેરળમાં ક્યારેય ભાજપનું ખાતું ખુલ્યું નથી ત્યાં એક કે બે બેઠળ મળવાની સંભાવના છે. બિહારમાં ભાજપનો વોટશેર ગયા વખતે 56 ટકા હતો, આ વખતે 48 ટકા છે. એટલે બિહારમાં ભાજપને એકથી બે સીટનું નુકસાન થાય તેવું લાગી રહ્યું છે.

Exit Polls 2024
રાજસ્થાનમાં 25 બેઠક

રાજસ્થાનમાં 25 બેઠક છે. તેમાંથી કેટલીક બેઠકોમાં ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી શકે છે. કારણ કે, ભાજપને ગયા વખત કરતાં 6થી 9 બેઠકનું નુકસાન થવાની સંભાવના છે કારણ કે ગયા વખત કરતાં વોટશેર દસ ટકા જેટલો ઘટ્યો છે.

ગુજરાતમાં 25માંથી 24 બેઠક ભાજપને!

વાત ગુજરાતની કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંનેનો વોટ શેર ગયા વખત કરતાં એક-એક ટકા વધ્યો છે. ભાજપનો વોટશેર 63 ટકા છે અને કોંગ્રેસનો વોટશેર 33 ટકા છે. સુરતની બેઠકને બાદ કરતાં બાકીની 25 બેઠકની વાત કરીએ તો, ગુજરાતમાં 25માંથી 24 બેઠક ભાજપને અને એક બેઠક કોંગ્રેસને જાય તેવું અનુમાન છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ હેટ્રીક ચૂકી જાય તેવું માનવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં બરાબરની રસાકસી

મહારાષ્ટ્રમાં બરાબરની રસાકસી છે. એક્ઝિટ પોલ કહે છે કે, મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી NDAને 22થી 26 બેઠક અને ઈન્ડી ગઠબંધનને 23થી 25 બેઠક મળી શકે છે. મહારાષ્ટ્ર જેવી જ રસાકસી તેલંગાણામાં છે. અહીં NDAને 7થી 9 બેઠક અને ઈન્ડી ગઠબંધનને 7થી 9 બેઠક મળવાની સંભાવના છે.

Exit Polls 2024
દિલ્હીની 6 બેઠક NDAને, મધ્યપ્રદેશની એક બેઠક ઈન્ડી ગઠબંધનને

દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની 7 બેઠક છે અને તેમાંથી 6 બેઠક NDAને મળે તેવું અનુમાન છે. માત્ર 1 બેઠક ઈન્ડી ગઠબંધનને મળે તેવી સંભાવના છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 29 સીટમાંથી એક બેઠક ઈન્ડી ગઠબંધનને મળે તેમ છે જ્યારે બાકીની 28 સીટ ભાજપના ફાળે જાય તેવું અનુમાન છે. આંધ્રપ્રદેશમાં ભાજપે આ વખતે જોર લગાવ્યું હતું તે ફળે તેવું લાગે છે. આંધ્રપ્રદેશની 25 સીટ છે, તે તમામ પર NDAના ઉમેદવારો જીતી જાય તેવું એક્ઝિટ પોલ કહે છે.

પંજાબ અને હરિયાણામાં પરિવર્તન

પંજાબ અને હરિયાણાની વાત કરીએ તો પંજાબમાં 13 બેઠક છે અને તેમાં 7થી 9 કોંગ્રેસને, 2 આમ આદમી પાર્ટીને અને 2થી 3 બેઠક અકાલી દળને મળવાની સંભાવના છે. તો હરિયાણામાં 10 બેઠક છે, તેમાંથી 6થી 8 બેઠક ભાજપને મળવાની શક્યતા છે.

બંગાળમાં ભાજપની બેઠકમાં વધારો

બંગાળની વાત કરીએ તો દીદીની પાર્ટી એટલે તૃણમૂલ કોંગ્રેસની સીટો ઘટશે અને ભાજપની બેઠકમાં ગયા વખત કરતાં 4થી 5 બેઠકનો વધારો થવાની સંભાવના છે. બંગાળની 42 બેઠક છે તેમાંથી ભાજપને ગયા વખતે 18 બેઠક આવી હતી. આ વખતે 22 બેઠક મળે તેવું અનુમાન છે. તો ટીએમસીની આઠેક બેઠકો ઘટીને 13થી 17 વચ્ચે મળે તેવું અનુમાન છે. એનો અર્થ એ થયો કે, ભાજપને બંગાળમાં જોર લગાવવું ફળી શકે છે અને તૃણમૂલ કોંગ્રેસના વળતાં પાણીની શરૂઆત બની શકે છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments