લોકસભા ચૂંટણીના 04 તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આવતીકાલે પાંચમા તબક્કાનું મતદાન થશે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, મતદાનના પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો સામેલ છે. પાંચમા તબક્કામાં બિહારની 05 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. જ્યારે ઝારખંડની 03 બેઠકો, મહારાષ્ટ્રની 13 બેઠકો, ઓડિશાની 05 બેઠકો, ઉત્તર પ્રદેશની 14 બેઠકો, પશ્ચિમ બંગાળની 07 બેઠકો અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થવાનું છે.
મહારાષ્ટ્રમાં જ્યારે 13 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે બોલીવૂડ સ્ટાર્સે મતદાન માટે Vote Appeal કરી છે. શાહરૂખ ખાન, સલમાન ખાને ચાહકો માટે પોસ્ટ દ્વારા નોંધ લખી છે. જ્યારે અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટીએ વિડીયો દ્વારા ચાહકોને Vote Appeal નો સંદેશો આપ્યા છે.
Bollywood સ્ટાર સલમાન ખાને લખ્યું, “જવાબદાર ભારતીય નાગરિકો તરીકે, આપણે આ સોમવારે (20 મે) મહારાષ્ટ્રમાં મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો આપણે ભારતીય તરીકેની આપણી ફરજ નિભાવીએ અને આપણા દેશના સૌથી મોટા હિતને ધ્યાનમાં રાખીને મતદાન કરીએ. આગળ વધો અને મતદાનના અધિકારનો પ્રચાર કરો.”
અક્ષય કુમારે X પ્લેટફોર્મ પર એક વીડિયો પણ રિલીઝ કર્યો છે અને ચાહકોને વોટ કરવાની અપીલ કરી છે. તેણે વીડિયોમાં કહ્યું, “હેલો મુંબઈકર. 20 મેના રોજ તમને એક તક મળી રહી છે જે પાંચ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તમારા લોકસભા સાંસદને ચૂંટવાની તક, તમારા મતના અધિકારનો ઉપયોગ કરવાની તક. ભૂલથી પણ આ તક ગુમાવશો નહીં, કારણ કે દરેક મત મહત્વપૂર્ણ છે.”
શાહરૂખે લખ્યું, “ચાલો આપણે ભારતીય તરીકેની આપણી ફરજ નિભાવીએ અને આપણા દેશના સૌથી મોટા હિતને ધ્યાનમાં રાખીને મતદાન કરીએ. આગળ વધો અને મતદાનના અધિકારનો પ્રચાર કરો.”
આ પણ વાંચો: Gurucharan Singh: મિ. સોઢી ફેમ એક્ટર ઈઝ બેક!