સરહદી જિલ્લો Kutch કે જે ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છની લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. Kutch લોકસભા બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે. આ વખતે પણ ભાજપે વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસે નીતેશ લાલણને ટિકિટ આપી છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં જિલ્લામાંથી 16,45,364 જેટલા મતદારો મતદાન કરી જિલ્લાના સાંસદની પસંદગી કરશે
કોણ છે વિનોદ ચાવડા?
કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની લોકપ્રિયતા વધારે છે. તેઓ 2014 થી સતત બે ટર્મથી ભાજપના ઉમેદવાર સાંસદ તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે. 2014માં ભાજપ-એનડીએ લોકસભા ઉમેદવાર તરીકે તેમણે કોંગ્રેસ ઉમેદવાર ડો. દિનેશ પરમારને હરાવ્યા તો 2019માં કોંગ્રેસ ઉમેદવાર નરેશ મહેશ્વરીને હરાવી સતત બીજી વખત સાંસદ બન્યા
કોણ છે નિતેશ લાલણ?
કોંગ્રેસે પૂર્વ કચ્છના યુથ કોંગ્રેસના પ્રમુખને ઉમેદવાર તરીકે કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. નિતેશ લાલણ કોંગ્રેસમાં 2012થી સક્રિય સભ્ય છે. નિતેશ લાલણે મતદાન એજન્ટ જેવા જમીન સ્તરથી કોંગ્રેસમાં કાર્ય શરૂ કર્યું હતુ. આ સિવાય તમામ ચૂંટણી બૂથના સંચાલનની પણ કામગીરી કરી ચૂક્યા છે. આ બેઠક ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, સર્વ સમાજ જનતા પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટી, રાઇટ ટુ રિકોલ પાર્ટી અને અપક્ષ ઉમેદવાર સહિત કુલ 11 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
06 વિધાનસભા બેઠકોનો સમાવેશ
કચ્છ જિલ્લામાં 06 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને રાપરનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થયેલી છે. કચ્છ લોકસભા બેઠક પર જાતિગત સમિકરણની વાત કરીએ તો, આ બેઠક પર મુસ્લીમ, ક્ષત્રિય અને દલિત મતદાતાઓનો પ્રભાવ સૌથી વધુ છે. આ બેઠક પર ક્ષત્રિય, દલિત, મુસ્લિમ, આહિર, પટેલ, બ્રાહ્મણ, વણિક, લોહાણા અને અન્ય જાતિઓના લોકો વસે છે.
આ પણ વાંચો: Vinod Chavda: કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર