અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજીવાર માતા-પિતા બન્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પુત્રનું નામ અકાય છે. 20 ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ માહિતી આપી હતી.
અનુષ્કા શર્માએ અને વિરાટ કોહલીએ પોસ્ટ લખી- ભરપૂર ખુશી અને પ્રેમથી ભરેલા દિલ સાથે, અમને બધાને જણાવતા ખુશી થઈ રહી છે કે 15 ફેબ્રુઆરીએ અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું. અમે અમારી જિંદગીના આ શાનદાર સમયમાં તમારી દુવાઓ અને શુભકામનાઓ ઈચ્છીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સમયે મહેરબાની કરી અમારી પ્રાઇવેસીની ઈજ્જત કરો. પ્રેમ અને આભાર.
દંપતીએ તેમના પુત્રનું નામ Akaay રાખ્યું છે. Akaay અર્થ નિરાકાર અથવા પૂર્ણ ચંદ્ર અથવા પૂર્ણ ચંદ્રનો પ્રકાશ પણ થાય છે. તેઓને પહેલેથી જ એક પુત્રી છે. જેનું નામ વામિકા છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીના સંયુક્ત સ્વરૂપને વામિકા કહેવામાં આવે છે.
વિરાટે આ પહેલા અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. પાછી ખેંચવાથી ઘણી અટકળો થઈ હતી પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે સ્ટાર બેટરના નિર્ણયને સમર્થન આપ્યું હતું. BCCIના સચિવ જય શાહે કહ્યું કે ભૂતપૂર્વ ભારતીય સુકાની એવી વ્યક્તિ નથી જે કોઈ કારણ વગર રજા માંગે.
લગ્નના 3 વર્ષ પછી દીકરી વામિકાનો જન્મ થયો
વિરાટ–અનુષ્કાના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં થયા હતા. અનુષ્કાએ લગ્નના 3 વર્ષ બાદ 2020માં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. 2021માં અનુષ્કા શર્માએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરી વામિકાને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો: INSAT-3DS: ISROનું અદ્યતન શ્રેણી અને અત્યાધુનિક સેટેલાઈટ લોન્ચ