ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તેના હવામાન ઉપગ્રહ INSAT-3DS ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ લોન્ચિંગ GSLV F14ને રોકેટ દ્વારા કરાયું છે. INSAT-3DS સેટેલાઈટના લોન્ચિંગનો ઉદ્દેશ્ય હવામાન સંબંધિત અને પ્રાકૃતિક આપત્તિઓની સચોટ જાણકારી મેળવવાનો છે. લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કરાયું હતું.
GSLV F14 હવામાન સેટેલાઇટ INSAT-3DS ને પૃથ્વીની ભૂસ્થૈતિક કક્ષામાં સ્થાપિત કરશે. આ મિશનનું સંપૂર્ણ ફન્ડિંગ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરાયું છે. આ લોન્ચિંગ અંતરિક્ષ જગતમાં ભારતના વધતા દબદબાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. લોન્ચ થયાની 19 મિનિટ અને 13 સેકેન્ડમાં પૃથ્વીથી 37000 કિમીની ઉંચાઈએ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
2024નું આ ISROનું બીજું મિશન
1 જાન્યુઆરી 2024ના રોજ PSLV-C58/EXPOSAT મિશનના પ્રક્ષેપણ પછી 2024નું આ ISROનું બીજું મિશન છે. આ INSAT-3D શ્રેણીની સાતમી ઉડાન હશે. આ શ્રેણીનો છેલ્લો ઉપગ્રહ, INSAT-3DR, 8 સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.
INSAT-3DS શું કરશે?
2274 કિગ્રાનો ઉપગ્રહ, એકવાર કાર્યરત થયા પછી, પૃથ્વી વિજ્ઞાન, હવામાન વિભાગ (IMD), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નોલોજી (NIOT), હવામાન આગાહી કેન્દ્ર અને ભારતીય રાષ્ટ્રીય કેન્દ્ર હેઠળના વિવિધ વિભાગોને સેવા આપશે.
આ પણ વાંચો: Chocolate: ડાર્ક ચોકલેટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક