Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeSPORTSRohit Sharma: T20માં 5મી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો

Rohit Sharma: T20માં 5મી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો

Share:

ભારતીય કેપ્ટન Rohit Sharma એ 14 મહિના બાદ T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરી હતી. પ્રથમ બે T20માં તેનું ખાતું પણ ખોલ્યું ન હતું. ત્રીજી T20 ઇન્ટરનેશનલમાં, હિટમેને અફઘાનિસ્તાન સામે શાનદાર બેટિંગ કરી. રોહિતે પાંચમી T20 ઇન્ટરનેશનલ સદી ફટકારી હતી. હવે રોહિત શર્મા ફરીથી વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. હાલમાં જ સૂર્યકુમાર યાદવ અને ગ્લેન મેક્સવેલ તેના સ્તરે પહોંચ્યા હતા. પરંતુ હવે ફરી એકવાર હિટમેન T20 ઈન્ટરનેશનલમાં સદીમાં ટોપ પર પહોંચી ગયો છે.

આ મેચમાં રોહિત શર્મા 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે રિંકુ સિંહે 39 બોલમાં અણનમ 69 રન બનાવ્યા હતા. રિંકુએ પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ 22 રનમાં ચાર વિકેટ લઈને ટીમને આગળ ધપાવી હતી અને માત્ર 93 બોલમાં 190 અણનમ રન ઉમેર્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

રોહિતે પોતાની ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. કેપ્ટન તરીકે, હિટમેન T20માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. રોહિતે 54 મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી છે. કેપ્ટન તરીકે તેના ખાતામાં 1648 રન હતા. કોહલી આ મામલે ટોચ પર હતો. હવે રોહિત શર્માએ પ્રથમ સ્થાન મેળવી લીધું છે. કોહલીએ કેપ્ટન તરીકે ભારત માટે 50 મેચમાં 1570 રન બનાવ્યા છે.

રોહિત શર્મા કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનનો રેકોર્ડ તોડ્યો હતો. ઈંગ્લેન્ડ માટે મોર્ગને 86 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ 90 સિક્સર ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચે 82 સિક્સ ફટકારી હતી.

આ પણ વાંચો: સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પતિ શોએબ મલિક સાથે છૂટાછેડાની અફવાઓ ફરી શરૂ કરી


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments