Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALRam Mandir: 84 સેકન્ડના માઇક્રો મોમેન્ટમાં રામલલાનું સ્થાપન

Ram Mandir: 84 સેકન્ડના માઇક્રો મોમેન્ટમાં રામલલાનું સ્થાપન

Share:

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર તૈયાર થઈ રહ્યું છે. Ram Mandir ના 492 વર્ષના વનવાસનો અંત આવી રહ્યો છે. રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો છે. આ સમારોહમાં ભગવાન શ્રી રામની પ્રતિમાને મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. આ એક ઐતિહાસિક ઘટના હશે, જેનો આખા દેશમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે. Ram Mandir ની પ્રાણ પ્રતિષ્ઠા પૂજા માટેનો શુભ સમય નક્કી કરનાર કાશીના મહાન વિદ્વાન એ આ માહિતી આપી છે.

કાશીના જ્યોતિષી ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે જણાવ્યું કે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગર્ભગૃહમાં 84 સેકન્ડના માઇક્રો મોમેન્ટમાં રામલલાનું સ્થાપન કરશે. આ દરમિયાન ‘પ્રતિષ્ઠિત પરમેશ્વર’ મંત્રનો પાઠ કરવામાં આવશે. આ 2 સેકન્ડનો મંત્ર રામલલા અને તેમના ભક્તોના સદીઓના વનવાસનો અંત લાવશે.

કેવું રહેશે રામ મંદિરનું પરિસર?
  • રામ મંદિરના આજુબાજુ 14 ફૂટ પહોળી દિવાલ
  • રામ મંદિરની નીચે ઓરડા બનાવાયા
  • પૂર્વ દિશાથી પ્રવેશ, દક્ષિણ દિશામાંથી બહાર નીકળાશે
  • 33 સીડી ચઢ્યા બાદ થશે મંદિરમાં પ્રવેશ
  • 25 હજાર ભક્તોના સામાન મૂકવાની વ્યવસ્થા
  • દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે લિફ્ટની સુવિધા

વિદ્વાનો અને મહાનુભાવોની હાજરીમાં બપોરે 12.30 કલાકે વડાપ્રધાન મોદી ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિની સ્થાપના કરશે. આ શુભ સમય તદ્દન દુર્લભ છે. જ્યોતિષ ગણેશ્વર શાસ્ત્રીએ જણાવ્યું કે આવો શુભ સમય વર્ષો પછી આવે છે. આ શુભ સમયની ખાસ વાત એ છે કે આ સમયે 9માંથી 6 ગ્રહો એકસાથે હશે. આ સમારોહ ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના હશે. તે દેશભરના હિંદુઓ માટે એક મોટી ઉજવણી હશે.

અયોધ્યા રેલવે સ્ટેશન હવે ‘અયોધ્યા ધામ’

અયોધ્યા રેલવે સ્ટેશનનું હવે અયોધ્યા ધામના નામથી ઓળખવામાં આવશે. રેલવે સ્ટેશનનું નામ બદલવાના આદેશ ગઈ કાલે સાંજે જારી કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલાં નિરીક્ષણ દરમિયાન અયોધ્યા ધામ સ્ટેશન નામ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અયોધ્યા ધામ રેલવે સ્ટેળનનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે 30 ડિસેમ્બરે થશે.

મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ

રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થવાનો છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી જશે. PM મોદી અયોધ્યામાં 2 કલાક રોકાશે. તેઓ અહીં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. પ્રાણ પ્રતિષ્ઠા જોવા માટે VIP ગેસ્ટ્સને લઇને લગભગ સૌ પ્લેનથી અયોધ્યા આવશે.

રામ મંદિરનું નિર્માણ ઘણી વર્ષોના વિવાદ પછી થયું હતું. 1992માં, હિંદુ ભક્તોએ બાબરી મસ્જિદને તોડીને તેના સ્થાને રામ મંદિર બનાવવાની માગ કરી હતી. વિવાદ દરમિયાન ભારતમાં હિંસા ફેલાઈ હતી અને ઘણા લોકો માર્યા ગયા હતા. 2019માં, ભારતની સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદના સ્થળે રામ મંદિર બનાવવાનો ઓર્ડર આપ્યો હતો.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ નાગપુરમાં કોંગ્રેસની ‘હેં તૈયાર હમ’ રેલીમાં ભાજપના સાંસદને ટાંક્યા


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments