રાજસ્થાનનું રણસંગ્રામ
રાજસ્થાનમાં ભાજપ પ્રચંડ બહુમત સાથે સત્તા પર વાપસી કરતી જોવા મળી રહી છે. કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે કોઈ પણ ચહેરાને મુખ્યમંંત્રી પદ માટે જાહેર કર્યો નથી. તેનાથી હવે તમામના મનમાં એક જ સવાલ છે કે પાર્ટી કોને રાજસ્થાનના મુખ્યપ્રધાન બનાવશે.

મધ્ય પ્રદેશમાં ‘કમળ’ ખીલ્યું
મધ્યપ્રદેશમાં ભાજપના મોટાભાગના દિગ્ગજ નેતાઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કૈલાશ વિજયવર્ગીય, પ્રહ્લાદ પટેલ, નરેન્દ્ર સિંહ તોમર સુધીના તમામ નેતા ચૂંટણીમાં જીત નોંધાવી ચૂક્યા છે. ભાજપની જીતમાં મોદી ફેક્ટરની સાથે લાડલી બહેના યોજનાને પણ શ્રેય આપવામાં આવે છે.

છત્તીસગઢ હવે ભાજપનો ‘ગઢ’
છત્તીસગઢની રાજકીય બાજી પણ ભાજપે પોતાના નામે કરી લીધી છે. ભાજપ માટે આ જીત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ વધારે મહત્વની માનવામાં આવે છે, કારણ કે કોંગ્રેસ ખુબ જ કોન્ફિડન્સ નજર આવી રહી હતી. બીજા રાજ્યની જેમ ભાજપે છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રી પદ માટે ચહેરો જાહેર કર્યો નથી.

તેલંગાણામાં કોંગ્રેસનો પંજો
કોંગ્રેસ પહેલીવાર તેલંગાણામાં સરકાર બનાવવા માટે તૈયાર છે. તેલંગાણામાં કોંગ્રેસ માટે આ સફળતા જાદુથી ઓછી નથી. તેલંગાણામાં કોંગ્રેસ માટે આ જાદુ કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડી છે.
