સબ હેડિંગ હવે અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ટેક્નોલોજી ફર્મ બ્લોક ઇન્ક પર નિશાન સાધ્યું છે અને અનેક ગંભીર આરોપો પણ લગાવ્યા છે. હિંડેનબર્ગના રિપોર્ટ અનુસાર માનીએ તો જેક ડોર્સીની આગેવાનીવાળી કંપની બ્લોક ઇન્ક.એ છેતરપિંડી કરીને તેના યુઝર્સની સંખ્યામાં વધારો કર્યો હતો.
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે દ્વારા 24 જાન્યુઆરી 2023એ અદાણી ગ્રૂપ વિરૂદ્ધ ખુલાસો કર્યો હતો. જે બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રૂપ હિંડનબર્ગના ખુલાસામાંથી હજુ સુધી બહાર આવી શક્યું નથી. અદાણી ગ્રૂપ પરના ઘટસ્ફોટના માત્ર 2 મહિના બાદ હવે હિડનબર્ગે બીજી કંપની સામે મોરચો ખોલ્યો છે. જેનો સંકેત હિંડેનબર્ગે ગુરુવારે સવારે ટ્વીટ કરીને આપ્યો હતો.
હકીકતમાં હવે અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડેનબર્ગ રિસર્ચે ટેક્નોલોજી ફર્મ બ્લોક ઇન્ક પર નિશાન સાધ્યું છે અને ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. હિડેનબર્ગના રિપોર્ટ અનુસાર માનીએ તો જેક ડોર્સીની આગેવાનીવાળી કંપની બ્લોક ઇન્ક.એ છેતરપિંડી કરીને તેના યુઝર્સની સંખ્યામાં વધારો કર્યો હતો. ત્યારથી જ તેના ગ્રાહક સંપાદન ખર્ચમાં ઘટાડો કર્યો છે.