Chaitra navratri 2023:– આ વખતે ચૈત્રી નવરાત્રીનો તહેવાર 22માર્ચ થી શરુ થવા જઇ રહ્યો
છે. ચૈત્રી નવરાત્રીમાં માં દુર્ગાની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. જે વ્યક્તિ માં દુર્ગાની શ્રધ્ધા
ભાવથી પૂજા અર્ચના કરે છે તેના પર માં દુર્ગા પ્રસન્ન થાય છે. તો આવો જાણીએ ક્યારથી શરુ થાય છે ચૈત્રી
નવરાત્રી.
Chaitra navratri 2023 ક્યારે છે– આખા વર્ષમાં ચાર વાર નવરાત્રી આવે છે જેમાં એક છે ચૈત્રી
નવરાત્રી અને બીજી છે શારદાનવરાત્રી બાકીની બે નવરાત્રી ગૃપ્ત નવરાત્રી છે. માં દુર્ગાને પ્રસન્ન કરવાનો
સમય એટલે નવરાત્રી પછી એ ચૈત્રી હોય કે શારદી નવરાત્રી. હિન્દુ માન્યતાઓ અનુસાર ચૈત્રી નવરાત્રી ને
રામ નવરાત્રી પણ કહેવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર ચૈત્રમહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ના
દિવસે ચેત્રી નવરાત્રીની શરુઆત થાય છે. આ વખતે ચૈત્રીનવરાત્રીની શરુઆત 22માર્ચ
બુધવારના દિવસથી થાય છે અને સમાપન 30 માર્ચના રોજ થશે.