હજુ તો ગુજરાત સહિ સમગ્ર દેશમાં ઠંડીએ માઝા મુકી છે. માઇનસ 10થી 15 ડિગ્ર તાપમાનમાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. એક તરફ જોરદાર ઠંડી છે તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ છે. એટલું જ નહીં અમદાવાદ શહેરમાં તો ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
હજુ તો અમદાવાદીઓ માંડ ઠંડીથી બચવા માટે સ્વેટર અને જેકેટ ટોપી પહેરીને બહાર નીકળ્યા છે ત્યાં તો ઝમાઝમ વરસાદ શરૂ થઇ ગયો.