લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ઉમેદવારોને પાંચ લાખથી વધુ માર્જીન સાથે જીતવાનો ટાર્ગેટ આપ્યો છે. 2019 Loksabha Elections માં ગુજરાતમાં ભાજપ ચાર બેઠકમાં જ પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવામાં સફળ રહ્યું હતું. આ ચાર બેઠકમાં નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગરનો સમાવેશ થાય છે. 2019 Loksabha Elections માં ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠક જીતી હતી અને આ તમામ બેઠકમાં વોટ શેર 50 ટકાથી વધુ હતો. જેમાં સુરતમાં સૌથી વધુ 74.50 ટકા, નવસારીમાં 74.40 ટકા, વડોદરામાં 72.30 ટકાનો વોટ શેર હતો. દાહોદ બેઠકમાં સૌથી ઓછો 52.80 ટકાનો વોટ શેર મળ્યો હતો.
સૌથી વધુ માર્જીનથી જીતેલા ઉમેદવાર

2019માં સૌથી વધુ માર્જીનથી નવસારી બેઠક પરથી સી. આર. પાટીલ 6,89,668ના માર્જીનથી જીત્યા. બીજા ક્રમાંકે છે રંજનબેન ભટ્ટ જેઓ વડોદરા બેઠક પરથી 5,89,177 મત વધુ મેળવીને જીત્યા હતા. ત્યારબાદ આવે છે ગાંધીનગર બેઠક જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5,57,014 મતના અંતરથી વિજયી થયા હતા. ચૌથા ક્રમાંકે આવે છે દર્શનાબેન જરદોશ જેઓ સુરત બેઠક પરથી 5,48,230ના માર્જીનથી વિજયી થયા હતા. અને પાંચમાં ક્રમાંકે આવે છે હસમુખ પટેલ જેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી 4,34,330 મતના અંતરથી વિજયી થયા હતા. આ વખતે આ પાંચ બેઠકોમાંથી 2 બેઠકો પર ઉમેદવાર બદલવામાં આવ્યા છે. વડોદરાથી ભાજપના ઉમેદવાર ડૉ. હેમાંગ જોશી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સુરત બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે અને ભાજપે સુરત બેઠક પરથી જીત મેળવી લીધી છે.
સૌથી ઓછા માર્જીનથી જીતેલા ઉમેદવાર

2019માં સૌથી ઓછા માર્જીનથી જીતનાર પ્રથમ વ્યક્તિ હતા, જસવંતસિંહ ભાભોર જેઓ 1,27,596 વધુ મતથી દાહોદ બેઠક પરથી જીત મેળવી હતી. ત્યારબાદ આવે છે રાજેશ ચુડાસમા, તેઓ જૂનાગઢ લોકસભા બેઠક પરથી 1,50,185 મતના અંતરથી જીત્યા હતા. જ્યારે પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી 1,83,878 મત વધુ મળતા જીત્યા હતા. ત્યારબાદ આવે છે આણંદ બેઠક, જ્યાંથી મિતેશ પટેલ 1,87,718 મતના અંતરથી જીત મેળવી હતી. પાંચમા ક્રમાંકે અમરેલીથી નારણ કાછડિયા 2,01,431 મતના અંતરથી જીત્યા હતા. આ વખતે આ પાંચ બેઠકોમાંથી અમરેલી બેઠક જ એવી છે જ્યાંથી નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સૂતરિયાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે.
આ વખતે સુરત બેઠક હવે ભાજપના કબ્જામાં છે, ત્યારે મુકાબલો ફક્ત 25 બેઠક પર જ છે. 2019માં 26માંથી 26 બેઠક પર કમળ ખીલ્યુ હતું. આ વખતની લોકસભા ચૂંટણીમાં જનતા કોણા પણ કળશ ઢોળશે? અને કોણે સાંસદ તરીકે સંસદમાં મોકલશે તે હવે જોવાનું રહ્યું. ફર્સ્ટ રે ન્યૂઝની ટીમ જનતા જનાર્દનને અપીલ કરે છે કે આપ સૌ 07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો અને ભર ઉનાળે તાપમાનને ધ્યાને રાખી લોકશાહીના પર્વની ઉજવણી મત આપીને કરજો.
આ પણ વાંચો: Mukesh Dalal: સુરતમાં રચાયો ઈતિહાસ, બિનહરીફ ચૂંટાયા મુકેશ દલાલ