તાલિબાનના સત્તામાં આવ્યા પછી સમગ્ર અફઘાનિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિઓમાં વધારો થયો છે.તો આજે વહેલી સવારે અફઘાનિસ્તાનના કાબુલમાં એક ગુરુદ્વારામાં આંતકવાદીઓ દ્વારા હુમલાઓ કરવામા આવ્યા.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કરતે પરવાન પર શનિવારે આતંકવાદીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા. અહીં આતંકવાદીઓએ 5થી 7 બ્લાસ્ટ કર્યા. ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ કાબુલમાં ગુરુદ્વારામાં વિસ્ફોટ થવાની સૂચના આપી. આ બ્લાસ્ટ શનિવારે વહેલી સવારે થયા. આ નેતાએ ગુરુદ્વારા કરતે પરવાનના અધ્યક્ષ ગુરનામ સિંહ સાથે પણ વાતચિત કરી.
ગુરનામ સિંહે અફઘાનિસ્તાનમાં સીખો માટે વૈશ્વિક સમર્થનની માગ કરી છે.સિરસાએ જણાવ્યુ છે કે 3 લોકોને ગુરુદ્વારાની બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. ગુરુદ્વારાના ગાર્ડ એક મુસલમાન ની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 15 કરતા વધુ લોકો ગુરુદ્વારામાં ફસાયેલા છે. પરંતુ સાચા આંકડા વિશે હજુ પણ કોઈ માહિતી નથી મળી. આતંકવાદીઓ દ્વરા સતત ફાયરિંગ ચાલુ છે.
આ હુમલાની પાછળ ISIS ખુરાસાનનો હાથ હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હુમલાઓ પર મીડિયાના સવાલોના જવાબમાં વિદેશ મંત્રાલય ના સરકારી પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ જણાવ્યુ કે અમે પવિત્ર ગુરુદ્વારા પર હુમલાની ખબરથી ખૂબ ચિંતિત છીએ. અમે પરિસ્થિતિઓ પર ઝીણવટ પૂર્વક નજર રાખી રહ્યા છીએ. અને વધુ જાણકારી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ.