
અમદાવાદઃ નાળિયેર પાણીના કેટલાંક લોકો ખૂબ જ શોખીન હોય છે. તમે પણ અનેકવાર નાળિયેર પાણી પીધુ હશે. પણ શું તમે એકદમ વજનદાર નાળિયેર જોયું છે કે જેને ઉંચકતા પરસેવો છૂટી જાય. સોશિયલ મીડિયામાં આનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખૂબ જ મોટું નાળિયેર જોવા મળી રહ્યું છે અને જોઈને પંદરથી વીસ કિલો વજન હોય એવું લાગે છે. પણ ખરેખરમાં એનું વજન જાણશો તો તમે પણ મોંમાં આંગળા નાખી જશો.
સમાન્ય કરતા અનેક ગણુ મોટુ
આ વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યારે અનેક લોકોને આનું વજન કેટલું હશે એ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. અનેક લોકોએ પોતાના વિચાર મુજબ વજન કહ્યું અને જવાબ આપ્યા. આખરે આ પોસ્ટ કરનારા વ્યક્તિએ તેનું જ્યારે સાચુ વજન લોકોને કહ્યું તો લોકો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા.
મોંમાં આંગળા નાખી ગયા
https://www.instagram.com/reel/DXrV_XqDL6x/?utm_source=ig_web_copy_link
આ વીડિયો જોયા બાદ અનેક યુઝર્સ વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ એવું કહ્યું કે, બાપ રે, આટલું મોટુ વજનદાર નાળિયેર છે કે પછી દારૂગોળો. આટલું મોટુ અને વજનદાર નાળિયેર કેવી રીતે ઉપાડીશું? પછી વીડિયોમાં એક વ્યક્તિ પ્રયાસો બાદ નાળિયેર ઉપાડે છે અને તને વજનકાંટા પર મૂકે છે. કોઈએ આ વજનદાર નાળિયેરનું વજન 30 કિલો કહ્યું તો કેટલાંકે 32 કિલો. આખરે વીડિયો પોસ્ટ કરનારી વ્યક્તિએ આનો ખુલાસો કર્યો કે,આ નાળિયેરનું વજન 34 કિલો 100 ગ્રામ છે.
અહીં છે મોટા નાળિયેર
રિપોર્ટનું માનીએ તો થાઈલેન્ડના સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં અથવા ખાસ પ્રકારના નાળિયેરના બગીચામાં આવા નાળિયેર વેચવામાં આવે છે. સામાન્ય રીતે નાળિયેર એક કે બે કિલોનું વજન ધરાવતુ હોય છે. જો કે, થાઈલેન્ડ, ભારત, ઈન્ડોનેશિયા, ફિલીપાઈન્સ જેવા દેશોના કેટલાંક વિસ્તારોમાં હાઈબ્રીડ કે અન્ય સારી નસલના ઝાડ પર આવા નાળિયેર મળતા હોય છે. આમાં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.

