ગુજરાત ટીમનો ઓપનર અને વિકેટકીપર Urvil Patel T-20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે બુધવારે Syed Mushtaq Ali Trophy માં ત્રિપુરા સામે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી.

ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે માત્ર 10.2 ઓવરમાં 2 વિકેટે 156 રન બનાવીને જીત મેળવી હતી. Urvil Patel એ ટીમને 8 વિકેટે જીત અપાવી હતી. તેણે ઓપનર આર્યન દેસાઈ સાથે પ્રથમ વિકેટ માટે 150 રનની ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો – Vaibhav Suryavanshi: IPL ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી
આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. ઉર્વિલ પહેલા આ રેકોર્ડ રિષભ પંતના નામે હતો, જેણે 2018માં આ જ ટૂર્નામેન્ટમાં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વિલે 35 બોલમાં અણનમ 113 રન બનાવ્યા હતા. જેમાં 12 સિક્સ અને 7 ફોર ફટકારી હતી.
ઝડપી સદી ફટકારનાર ખેલાડી
ઉર્વિલ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારી હતી. ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ છે. તેણે IPL-2013ની સિઝનમાં પુણે વોરિયર્સ સામે RCB તરફથી રમતી વખતે 30 બોલમાં સદી ફટકારી હતી.
IPL-2025
IPL-2025 ની મેગા ઓક્શનમાં ઉર્વીલ અનસોલ્ડ રહ્યો. આ હરાજી 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. ઉર્વિલ પર કોઈ ટીમે બોલી લગાવી ન હતી. 2023ની મીની હરાજીમાં તેને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો હતો. જોકે તેને મેચ રમવાની તક મળી ન હતી.