અમેરિકામાં સતત બે દિવસથી વાવાઝોડું ત્રાટક્યુ હતુ….જેથી અમેરિકામાં વિનાશ વેરાયો હતો. અમેરિકાના 5 રાજ્યો આ વિનાશકારી વાવાઝોડાની ઝપેટમાં આવ્યા છે. અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોમાં 120થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યુ છે. કેંટકી રાજ્યમાં જ 80 લોકોના મોતના સમાચાર છે.ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. અમેઝોનનું વેરહાઉસ ધરાશાયી થતાં 100થી વધુ લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ છે.
મેફિલ્ડમાં સૌથી વધુ વિનાશ થયો છે, જે તમામ ચક્રવાતોનું ગ્રાઉન્ડ ઝીરો માનવામાં આવે છે. મેફિલ્ડમાં મીણબત્તીની ફેક્ટરીમાં 18 લોકોના મોત થયા છે. ઇલિનોઇસ રાજ્યમાં એમેઝોન કંપનીનું એક વેરહાઉસ ધરાશાયી થયું હતું, જેમાં લગભગ 100 કામદારો કાટમાળ નીચે દટાયા છે. આ સિવાય આર્કન્સાસમાં નર્સિંગ હોમની બિલ્ડિંગ ધરાશાયી થતાં 20 લોકો દટાયા હતા, જેમાંથી 2ના મોત થયા હતા.