Uttarakhand ની બાદ હવે ગુજરાત. જી હાં, Gujarat Government પણ રાજ્યમાં UCC લાગુ કરવાના પ્રયાસમાં છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં પણ Uniform Civil Code લાગુ થશે. જેના માટે કમિટી પણ બનાવવામાં આવી છે. ત્યારે આવો જાણીએ જો ગુજરાતમાં UCC લાગુ થાય તો શું બદલાવ આવે.
UCC બાદ શું બદલાશે?
- તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યૂનત્તમ ઉંમર 18 વર્ષ થશે
- પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર
- લિવ ઈન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી
- Live-in Relationship ની નોંધણી ન કરાવનારને 06 માસની કેદ
- અનુસૂચિત જનજાતિ UCCના દાયરાથી બહાર રખાશે
- એક કરતા વધારે લગ્ન પર રોક
- પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ
- લગ્નનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત
- સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓને સમાન હક્ક
- તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ
- મુસ્લિમ સમુદાયમાં લોકો 04 લગ્ન નહીં કરી શકે
ગુજરાતના Chief Minister Bhupendra Patel યુનિફોર્મ સિવિલ કોડને લઇને પાંચ સભ્યોની કમિટીની જાહેરાત કરી છે. UCCની કમિટીમાં કોનો સમાવેશ થયો છે આવો તે પણ જાણી લઈએ.
UCCની કમિટીમાં કોનો સમાવેશ?
- રંજના દેસાઈ, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ
- સી. એલ. મીણા, પૂર્વ IAS
- આર. સી. કોડેકર, સભ્ય (એડવોકેટ)
- દક્ષેશ ઠાકર, પૂર્વ વાઈસ ચાન્સેલર
- ગીતાબેન શ્રોફ, સામાજિક કાર્યકર
આ પણ વાંચો – Illegal Migrants: અમેરિકાએ 205 ભારતીયોને પાછા મોકલ્યા

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ Ranjana Desai આ સમિતિની અધ્યક્ષતા કરશે. આ કમિટી 45 દિવસમાં સરકારને રિપોર્ટ સોપશે અને તે બાદ UCCને લઇને બિલ લાવવામાં આવશે અને કાયદો બનશે. બંધારણના અનુચ્છેદ 342 માં ઉલ્લેખિત અનુસૂચિત જનજાતિઓને આ સંહિતામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જેથી તે જાતિઓ અને તેમના રિવાજોનું રક્ષણ થઈ શકે. આ સિવાય ટ્રાન્સજેન્ડરોની પરંપરાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.