સતીષ કૌશીકના (Satish Kaushik) જવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો લાગ્યો છે. જાણીતા કોમેડિયન, ડિરેક્ટર સતીષ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા, રહી છે તો માત્ર તેમની યાદો. 66 વર્ષે હાર્ટ એટેકના કારણે સતીષ કૌશિકનું નિધન થયું છે. સતીષ કૌશિકના પરિવારમાં તેમની પત્ની શશી અને એ સિવાય એક 11 વર્ષની દીકરી છે, જેનું નામ વંશિકા છે. તેમના દિકરાનું 2 વર્ષે જ મૃત્યું થયું હતું, જેના કારણે સતીષ કૌશિકના marrige 1985મા થયા હતા. તેમના ઘરમાં ખુશીઓની કિલકારીનો અવાજ સાંભળવા માટે તેમને ઘણી રાહ જોવી પડી હતી.
1994માં સતીષ કૌશિકના ઘરમાં ખુશીઓની કિલકારીનો અવાજ ગૂંજ્યો, એમના ઘરમાં એક દિકરાનો જન્મ થયો, પણ આ ખુશી લાંબો સમય ના રહી માત્ર 2 વર્ષમાં જ તેમના દિકરાનું મુત્યું થયું, સતીષ કૌશિક દિકરાના મૃત્યું પછી ઘણા દુ:ખી થઇ ગયા, પણ તેમણે હાર ન માનતા પોતાની જાતને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વ્યસ્ત કરી નાખી. તેમને લોકપ્રિયતા 1987માં આવેલ ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાથી મળી. દિકરાના મૃત્યુ પછી લગભગ 16 વર્ષ પછી ફરીથી તેમના ઘરમાં સેરોગેસી મધરની મદદથી ખુશીઓની કિલકારી ગૂંજી. ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં કેલેન્ડરનું પાત્ર તેમણે ભજવ્યું જે પાત્ર આપણને હંમેશા તેમની યાદ અપાવશે.
સતીષ કૌશિકના આ યાદગાર પાત્રો આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ:
- કેલેન્ડર (મિસ્ટર ઈન્ડિયા)– વર્ષ 1987માં શેખર કપૂરે ડિરેક્ટ કરેલ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં મોગેમ્બો ખુશ હુઆ ડાયલોગ, અનિલ કપૂરને અદ્રશ્ય કરે તે ગેઝેટની સાથે સાથે આ ફિલ્મમાં સતિષ કૌશિકે નિભાવેલ પાત્ર પણ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ ફિલ્મમાં તેમણે એક કુકનું પાત્ર ભજવ્યું હતું જેનું નામ કેલેન્ડર હતું. આ પાત્ર એટલું લોકપ્રિય બન્યું, આજે પણ લોકો સતિષ કૌશીકને કેલેન્ડરના હુલામણા નામથી જ બોલાવતા.
- કાશીરામ (રામ લખન): વર્ષ 1989માં સુભાષ ઘઇ દ્વારા બનાવવામાં આવેલી રામ લખન મૂવીમાં અનિલ કપૂર, જેકી શ્રોફ, ડિમ્પલ કાપડિયા, માધુરી દીક્ષિત, અમરિશ પૂરી, અનુપમ ખેર જેવા જાણીતા કલાકારો સાથે કામ કર્યું. આ ફિલ્મમાં સતિષ કૌશિકે કાશિરામનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં અનુપમ ખેર અને સતિષ કૌશિકની જોડીએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું હતું.
- મુત્તૂ સ્વામી (સાજન ચલે સસુરાલ): 1996માં આવેલી સાજન ચલે સસુરાલ ફિલ્મમાં ગોવિંદા અને સતિષ કૌશિકની જોડી ઘણી લોકપ્રિય બની હતી. મુત્તૂ સ્વામી એટલે કે સાઉથ ઈન્ડિયનની ભૂમિકા સતિષ કૌશિકે ભજવી હતી સાઉથ ઈન્ડિયનના રોલમાં તેમણે દર્શકોને ઘણાં હસાવ્યા હતા.
- પપ્પૂ પેઝર (દિવાના મસ્તાના): 1997માં દેવિડ ધવન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મમાં રોમાંટિક કોમેડી હતી. આ ફિલ્મમાં સતીષ કૌશિકે પપ્પુ પેઝરનું કેરેક્ટર નિભાવ્યું છે. સતિષ કૌશિકનું આ કેરેક્ટર એટલું ફેમશ થયું છે કે આજકાલ તે બોલચાલની ભાષામાં બેફામ ચલણમાં છે.
- શરાફત અલી (બડે મિયા છોટે મિયા): 1958માં ગોવિંદા અને અમિતાબ બચ્ચની કોમેડી વિથ એક્શન મૂવી બડે મિયા છોટે મિયા આવી ઘણી ફેમસ થઇ હતી. આ ફિલ્મમાં સતીષ કૌશિકનો રોલ નાનો છે, પણ જોરદાર ડાયલોગ ડિલિવરી સાથે છે. આ ફિલ્મમાં સતીષ કૌશિકનો ફેમસ ડાયલોગ છે કસમ ઉડાન જલ્લે કી. ભૈયે! બંદે કા નામ હે શરાફત અલી. કસમ ઉડાન જલ્લે કી પૂરે ચોર બજાર મે પિછલે 9 સાલ મેં શરાફત અલીને પેસા નહીં કમાયા, લેકીન શરાફત સે ઇજ્જત બહોત કમાઇ હે!
- મોહન (ક્યોકિ મેં જૂઠ નહી બોલતા): વર્ષ 2001માં ફરીથી ગોવિંદા અને સતીષ કૌશિક સાથે જોવા મળ્યા. આ ફિલ્મમાં પણ ગોવિંદા અને સતિષ કૌશિકની જુગલબંદીએ દર્શકોના દિલ જીતી લીધા હતા.
આવી અનેકો ફિલ્મ છે જેમાં સતિષ કૌશિકે પોતાની આગવી શૈલી અને અદાકારીથી લોકોનું મનોરંજન કર્યું છે અને દેશભરમાં લોકચાહના મેળવી છે. માત્ર એક કિરદારનું નામ લેતા જ સતિષ કૌશિકનું એ પાત્ર આબેહુબ જીવંત થઇ જાય છે, હવે આપ જ કહો કે લોકોના હૃદયમાં હંમેશા ધબકતો આ અભિનેતા કેવી રીતે મરી શકે.