દિલ્હી પોલીસે ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી આવાસ પર AAP સાંસદ Swati Maliwal સાથે દુર્વ્યવહારના કેસમાં FIR નોંધી છે. જેમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ (PA) બિભવ કુમારનું નામ છે. બિભવ પર સીએમ આવાસ પર સ્વાતિ સાથે ગેરવર્તન અને મારપીટ કરવાનો આરોપ છે.
આ ઘટનાના 3 દિવસ બાદ આજે સવારે દિલ્હી પોલીસની એક ટીમ સ્વાતિના ઘરે પહોંચી અને તેનું નિવેદન નોંધ્યું. આ પછી પોલીસે FIR નોંધી. Swati Maliwal એ સીએમ આવાસ પર તેની સાથે શું થયું તે જણાવ્યું.
સ્વાતિ માલીવાલની સોશિયલ મીડિયા પોસ્ટ
“મારી સાથે જે થયું તે ખૂબ જ ખરાબ હતું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને મારું નિવેદન આપ્યું છે. મને આશા છે કે યોગ્ય પગલાં લેવામાં આવશે. છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પ્રાર્થના કરનારાઓનો હું આભાર માનું છું. ચારિત્ર્ય હત્યાનો પ્રયાસ કરનારાઓએ કહ્યું કે તેઓ બીજા પક્ષના કહેવાથી આ કરી રહ્યા છે, ભગવાન તેમનું પણ ભલું કરે.”
“દેશમાં મહત્વપૂર્ણ ચૂંટણીઓ ચાલી રહી છે, સ્વાતિ માલીવાલ મહત્વના નથી, દેશના મુદ્દા મહત્વપૂર્ણ છે. આ ઘટના પર રાજનીતિ ન કરવા માટે ભાજપના લોકોને ખાસ વિનંતી છે.”
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એડિશનલ સીપી અને એડિશનલ ડીસીપી નોર્થ બપોરે 2 વાગ્યે સ્વાતિના ઘરે પહોંચ્યા હતા. લગભગ 4 કલાક રોકાયા બાદ સાંજે 6.30 વાગ્યે બહાર આવ્યા. દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે બિભવ કુમારને નોટિસ મોકલીને શુક્રવારે સમન્સ પાઠવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
13 મેના રોજ સવારે પોલીસને દિલ્હીના સીએમ આવાસ પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે માત્ર એક લાઈનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કહ્યું, ‘અમને સવારે 9:34 વાગ્યે પીસીઆર કોલ આવ્યો. ફોન કરનારે કહ્યું કે સીએમ આવાસની અંદર તેની પર હુમલો કરવામાં આવ્યો.’ જે બાદ સ્થાનિક પોલીસ અને SHOએ કોલનો જવાબ આપ્યો. થોડા સમય પછી સાંસદ સ્વાતિ માલીવાલ પોલીસ સ્ટેશન સિવિલ લાઈન્સ આવ્યા. જો કે, તે સમયે તેમના દ્વારા આ મામલે કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી.
14 મેના રોજ સંજય સિંહે કબૂલાત કરી હતી કે સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી આવાસ પર અભદ્રતા થઈ હતી. તેમણે મીડિયાને કહ્યું, ’13 મેના રોજ ખૂબ જ નિંદનીય ઘટના બની. સ્વાતિ માલીવાલ સવારે અરવિંદ કેજરીવાલને મળવા તેમના ઘરે પહોંચી હતી. ડ્રોઈંગ રૂમમાં કેજરીવાલની રાહ જોઈ રહ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીના પીએ બિભવ કુમાર ત્યાં પહોંચ્યા અને તેમની સાથે ગેરવર્તન કર્યું.’
આ પણ વાંચો: Sunil Chhetri: ભારતીય ફૂટબોલના સુવર્ણસમયનો અંત…