ભારતીય ફૂટબોલ આઇકોન અને રાષ્ટ્રીય ટીમના કેપ્ટન Sunil Chhetri એ 6 જૂને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. હાલમાં, તે આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી અને પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી સક્રિય ફૂટબોલરોમાં ત્રીજો સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ સ્કોરર હોવાનો રેકોર્ડ ધરાવે છે. Sunil Chhetri એ ભારતમાં, તેમણે અર્જુન એવોર્ડ – દેશનો બીજો સર્વોચ્ચ રમત પુરસ્કાર – અને પદ્મશ્રી, ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સહિત અનેક ફૂટબોલ પુરસ્કારો જીત્યા છે.
તેનણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી છે. તેંમણે કહ્યું કે તે 6 જૂને કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ બાદ ફૂટબોલ ફિલ્ડમાંથી નિવૃત્તિ લેશે. 39 વર્ષીય ભારતીય ફૂટબોલરે 12 જૂન 2005ના રોજ પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે જ મેચમાં તેમણે ભારત માટે પ્રથમ ગોલ કર્યો હતો. સુનીલ છેત્રીએ તેની 20 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 145 મેચ રમી છે, જેમાં તેણે 93 ગોલ કર્યા છે.
સુનિલ છેત્રી ભારતના સર્વકાલીન ટોચના સ્કોરર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી તરીકે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને વિદાય આપશે. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટને તેની કારકિર્દીમાં કુલ 6 વખત AIFF પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેમને 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મંચ પર, સુનિલ છેત્રી AFC ટાઇટલ વિજેતા ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યા છે.

રાષ્ટ્રીય ટીમ માટે સુનીલ છેત્રીની સિદ્ધિઓને જ્યારે 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ત્યારે તેને સૌથી વધુ માન્યતા મળી. ભારતમાં રમતગમતનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરીને, છેત્રી તેને જીતનાર પ્રથમ ફૂટબોલ ખેલાડી બન્યો.
આવતા મહિને તેઓ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર પર જઈ રહ્યા છે. ભારત હાલમાં ગ્રુપ Aમાં બીજા સ્થાને છે. કતાર ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ચાર પોઈન્ટ સાથે આગળ છે. કુવૈત 3 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
આ પણ વાંચો: Anant-Radhika: બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન, 800 મહેમાનો પધારશે