Sonakshi-Zaheer લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ દંપતીએ રવિવારે બપોરે બાંદ્રા સ્થિત સોનાક્ષીના એપાર્ટમેન્ટમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. લગ્ન પછી તરત જ, કપલે મુંબઈના દાદરમાં શિલ્પા શેટ્ટીની બાસ્ટન રેસ્ટોરન્ટમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. ન્યૂલી વેડ સોનાક્ષી સિન્હા સિંદૂર સાથે લાલ સાડી પહેરીને પાર્ટીમાં પહોંચી હતી, જ્યારે ઝહીર ઓફ-વ્હાઈટ ડ્રેસમાં જોવા મળ્યો હતો.
અનિલ કપૂર, રેખા, કાજોલ સહિત ઘણા મોટા સેલેબ્સ આ કપલને અભિનંદન આપવા રિસેપ્શનમાં સામેલ થયા હતા. હીરામંડી સિરિઝની લગભગ તમામ સ્ટાર કાસ્ટ પણ હાજરી આપી હતી.
Sonakshi-Zaheer 23 મી જૂને પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં તેમના લગ્ન કર્યા હતાં. તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે સોનાક્ષી અને ઝહીરે મેચિંગ આઉટફિટ્સ પહેર્યા છે. બંનેએ તેમના વેડિંગ આઉટફિટ તરીકે લાઇટ કલર પસંદ કર્યો હતો. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈક્બાલના લગ્નની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં તેના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Mecca: ગરમીનો પ્રકોપ, 1300થી વધુ હજ યાત્રીઓના મોત