એસએસ રાજામૌલીની ફિલ્મ RRRની રિલીઝીંગ ડેટ રદ થઈ છે. જેને પગલે ફિલ્મને એક કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજામૌલીની ફિલ્મ છે એટલે સ્વાભાવિક છે કે ફિલ્મનો ખર્ચ કરોડોમાં હોય તેના મેકિંગ થી લઈને તેના પ્રમોશન સુધી અત્યાર સુધી કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે કોરોનાના વધતા કેસને લીધે ફિલ્મની રીલિઝ ડેટ પાછળ ઠેલાતાં પ્રોડ્યુસરને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સૌથી પહેલા જાણીએ કે ફિલ્મ RRRની સ્ટારકાસ્ટને કેટલી ફી ચૂકવવામાં આવી છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર માં રામચરણ તેજા અને જુનિયર એનટીઆર છે આ બંને અભિનેતાઓને ૪૫થી ૫૦ કરોડ રૂપિયા
ફિલ્મમાં મુખ્ય પાત્ર માં રામચરણ તેજા અને જુનિયર એનટીઆર છે, આ બંને અભિનેતાઓને ૪૫થી ૫૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ફિલ્મમાં અજય દેવગન અને આલિયા ભટ્ટ મહત્વની ભૂમિકામાં છે જો કે જો કે બંનેનો રોલ ખુબ જ નાનો હોવાથી તેઓ ગેસ્ટ એપિયરન્સમાં છે. છતાં પણ તેમને કરોડની ફી ચૂકવવામાં આવી છે. માનવામાં આવે છે કે રાજામૌલીએ તેમનું કાસ્ટિંગ હિન્દી બેલ્ટને આકર્ષિત કરવા માટે કર્યું છે.
આલિયા ભટ્ટની ફિલ્મમાં માત્ર નવ મિનિટ નો રોલ છે જેના માટે તેને ૯ કરોડની ફી આપવામાં આવી છે એટલે કે એક મિનિટના તેને એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
ફિલ્મમાં અજય દેવગનનું પાત્ર નાનું છે જોકે દમદાર પણ છે જેના માટે અજય દેવગનને ૩૫ કરોડની ફી ચૂકવવામાં આવી છે. એટલે કે એક દિવસના પાંચ કરોડ રૂપિયા તેમને ચૂકવવામાં આવે છે.
ફિલ્મના પ્રમોશન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ 850 કરોડ આપવામાં આવ્યા છે. જોકે ફિલ્મની રીલિઝ ડેટ રદ થતા ફિલ્મને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને હજી જેટલું મોડું થશે એટલું તેના પર વ્યાજ પર વ્યાજ ચડશે.