ભારતીય Off Spinner R Ashwin એ International Cricket માંથી નિવૃત્તિ લીધી છે. તેણે ત્રણેય ફોર્મેટ સહિત 287 મેચ રમી અને 765 વિકેટ લીધી. અશ્વિન ભારતનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેનાથી આગળ માત્ર અનિલ કુંબલે છે, જેણે 953 વિકેટ લીધી છે. 38 વર્ષીય R Ashwin એ ગાબા ટેસ્ટ પૂરી થતાની સાથે જ Retirement ની જાહેરાત કરી હતી. તે કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. તેમણે કહ્યું, ભારતીય ટીમના ક્રિકેટર તરીકે આજે મારો છેલ્લો દિવસ હતો. હું ક્લબ ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ.

અશ્વિને 2010માં શ્રીલંકા સામેની ODI મેચમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ લીધી હતી. તેના નામે 37 પાંચ વિકેટ છે અને તેણે 8 વખત મેચમાં 10 વિકેટ લીધી છે. અશ્વિને 156 ODI વિકેટ પણ લીધી હતી. અશ્વિને T-20માં 72 વિકેટ લીધી હતી. એક બેટ્સમેન તરીકે, અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 3503 રન બનાવ્યા અને કુલ 6 ટેસ્ટ સદી ફટકારી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કુલ 8 સદી હતી.
આ પણ વાંચો – Gateway of India પર મોટી દુર્ઘટના, અનેકના મોત
અશ્વિનના નામે ટેસ્ટમાં 37 ફાઈવ વિકેટ હૉલ છે, જે ભારતીય બોલર દ્વારા સૌથી વધુ છે. તેના પછી કુંબલેનો વારો આવે છે. કુંબલેએ ટેસ્ટમાં 35 ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. સૌથી વધુ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાનો ઓવરઓલ રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. તેમણે આવું 67 વખત કર્યું. અશ્વિન શેન વોર્ન સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે હતો.
R Ashwin એ ઈંગ્લેન્ડ સામે લીધી સૌથી વધુ વિકેટ
અશ્વિને તેની કારકિર્દીમાં ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે ઈંગ્લેન્ડ સામે ત્રણેય ફોર્મેટ સહિત 53 મેચ રમી અને 150 વિકેટ લીધી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે, જેની સામે અશ્વિને 50 મેચમાં 146 વિકેટ ઝડપી છે.