PM Modi in Gujarat આજથી તેઓ બે દિવસીય ગુજરાત અને સંઘપ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ આજે બપોરે Surat એરપોર્ટ આવ્યા બાદ સીધા જ સેલવાસ પહોંચ્યા હતા. Silvassa પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદી રોડ શો કરી નવનિર્મિત NAMO Hospital પહોંચ્યા હતા. હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ તેમણે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાંથી સેલવાસમાં જ આયોજિત જાહેરસભાને સંબોધિત કરી હતી. PM Modi ના હસ્તે સંઘપ્રદેશના રૂ. 2500 કરોડથી વધુનાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
PM Modi in Surat
સેલવાસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી સુરત પહોંચ્યા હતા અને 3 કિમીનો રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો પૂર્ણ કર્યા બાદ Nilgiri Ground પર આયોજિત જાહેરસભાને સંબોધી હતી. સુરતની ઓળખ એવા જરીકામવાળા ખેસથી PM Modiનું મુખ્યમંત્રી અને સીઆર પાટીલે સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગતના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.
પોતાના સંબોધનની શરૂઆતમાં કેમ છો? કહી સુરતીલાલાઓની હાલચાલ જાણી હતી. સુરતના વિકાસની વાત કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે અમે સુરતને એવું શહેર બનાવવા માગીએ છીએ, જેમાં ગ્લોબલ બિઝનેસ ફૂટપ્રિન્ટ હોય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાંના લોકો જાનદાર હોય ત્યાં બધું શાનદાર જ થવું જોઈએ.
આ પણ વાંચો – Vantara: રિલાયન્સ ગ્રુપના ‘વનતારા’માં પ્રધાનમંત્રી મોદીએ વિતાવ્યા 7 કલાક
પ્રધાનમંત્રી મોદી સુરત અને સંઘપ્રદેશના કાર્યક્રમ પૂર્ણ કરી રાત્રિરોકાણ સુરત સર્કિસ હાઉસમાં કરવાના છે. જ્યાંથી શનિવારે સવારે Navsari માં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા જશે. નવસારીમાં મહિલા દિન નિમિત્તે આયોજિત ‘લખપતિ દીદી’ના કાર્યક્રમમાં મોદીની સુરક્ષા 3000 મહિલા પોલીસના હાથમાં રહેશે. નવસારીમાં યોજાનારા કાર્યક્રમમાં હેલિપેડથી લઈ કાર્યક્રમ સ્થળ સુધી સંપૂર્ણ વ્યવસ્થા મહિલાઓ જ સંભાળશે.