Tuesday, 29 Jul, 2025
spot_img
Tuesday, 29 Jul, 2025
HomeNATIONALPM Modi એ યુદ્ધવિરામના 51 કલાક બાદ રાષ્ટ્રને કર્યું સંબોધિત

PM Modi એ યુદ્ધવિરામના 51 કલાક બાદ રાષ્ટ્રને કર્યું સંબોધિત

Share:

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના 51 કલાક પછી, PM Modi એ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના 22 મિનિટના ભાષણમાં, પ્રધાનમંત્રી મોદીએ Pahalgam Terror Attack, Operation Sindoor, Ceasefire, Terrorism, Indus Water Treaty અને PoK વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણે તે આતંકવાદીઓને ખતમ કરી દીધા છે જેમણે આપણી માતાઓ અને બહેનોના સિંદૂર લૂછી નાખ્યા હતા. અમારા ઓપરેશનમાં 100 થી વધુ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાનની વિનંતી પર, ભારત સંઘર્ષ રોકવા માટે સંમત થયું છે. ભારતે પાકિસ્તાન સામે ફક્ત લશ્કરી કાર્યવાહી મુલતવી રાખી છે. પાકિસ્તાનનું વલણ જોયા પછી અમે આગળની કાર્યવાહી નક્કી કરીશું. અમે પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને PoK પર જ વાત કરીશું.

PM Modi એ કહ્યું કે અમે ભારતીય દળોને આતંકવાદીઓનો સફાયો કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આજે, દરેક આતંકવાદી અને દરેક આતંકવાદી સંગઠન જાણે છે કે આપણી બહેનો અને દીકરીઓના કપાળ પરથી સિંદૂર કાઢવાનું શું પરિણામ આવે છે. ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મેના રોજ મોડી રાત્રે અને 7 મેના રોજ વહેલી સવારે, આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં પરિવર્તિત થતી જોઈ.

“ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી શિબિરો અને તાલીમ કેન્દ્રો પર સચોટ હુમલા કર્યા. આતંકવાદીઓએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે. જ્યારે ભારતના મિસાઇલો અને ડ્રોનથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો થયો, ત્યારે આતંકવાદી સંગઠનોની ઇમારતો જ નહીં પરંતુ તેમનું મનોબળ પણ ડગમગી ગયું.”

આ પણ વાંચો – Indian Army Press Briefing: “ભય બિન હોય ન પ્રીત”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ અને PoK પર જ થશે. આપણી એકતા આપણી સૌથી મોટી તાકાત છે, આપણે બધા આતંકવાદના તમામ સ્વરૂપો સામે એક થઈને લડીશું. ચોક્કસ આ યુદ્ધનો યુગ નથી, પણ આ આતંકવાદનો પણ યુગ નથી. આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સ નીતિએ એક ઉત્તમ વિશ્વની ગેરંટી છે. જે રીતે પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરશે. જો પાકિસ્તાન ટકી રહેવા માંગે છે તો તેણે તેના આતંકવાદી માળખાનો નાશ કરવો પડશે, આ સિવાય શાંતિનો બીજો કોઈ રસ્તો નથી.ભારતનો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ છે, આતંક અને વાતો સાથે ન ચાલી શકે, આતંક અને વેપાર સાથે ન ચાલી શકે.

“પાણી અને લોહી પણ એકસાથે વહી શકતા નથી. હું વિશ્વ સમુદાયને એ પણ કહેવા માંગુ છું કે અમારી જાહેર નીતિ એવી રહી છે કે જો Pakistan સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ થશે; જો કોઈ વાત થશે તો તે ફક્ત PoK પર જ થશે.”


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments