મંગળવારે ઉત્તર પ્રદેશના Sambhal Violence માં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું હતું. ફોરેન્સિક ટીમને અહીંના કોટ ગરવી વિસ્તારમાં નાળામાંથી 5 શેલ અને 1 મિસફાયર કારતૂસ મળી આવ્યા છે. આ શેલ પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરી (POF)માં બનાવવામાં આવે છે. આ કારતુસનો ઉપયોગ પાકિસ્તાની સેના કરે છે.
ASP શ્રીશ ચંદ્રાએ જણાવ્યું કે પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીમાંથી 2 મિસફાયર અને 9 એમએમનો 1 શેલ મળી આવ્યો છે. આ ઉપરાંત 12 બોરના બે શેલ અને 32 બોરના બે શેલ મળી આવ્યા હતા. એક કેસ વિન્ચેસ્ટર મેડ ઇન USA નો છે.

19 નવેમ્બરે હિન્દુ પક્ષે ચંદૌસી કોર્ટમાં દાવો કર્યો હતો કે શાહી જામા મસ્જિદ હરિહર મંદિર છે. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટના આદેશ બાદ 24 નવેમ્બરે મસ્જિદના સર્વે દરમિયાન હજારોની ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ગોળીબાર કર્યો હતો. Sambhal Violence માં ચાર લોકોના મોત થયા હતા અને 20થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો – Vikrant Massey: એક્ટિંગમાંથી બ્રેક લેવાની જાહેરાત
SP કૃષ્ણ કુમાર બિશ્નોઈએ હિંસા સંબંધિત 10 વીડિયો જાહેર કર્યા છે. આ વીડિયો 24 નવેમ્બરની સવારે હિંસા દરમિયાન ડ્રોન કેમેરાથી બનાવવામાં આવ્યો હતો. બદમાશોના ચહેરા કપડાથી ઢંકાયેલા હતા. કેટલાકે પોતાના ચહેરાને રૂમાલથી અને કેટલાકે ટુવાલથી ઢાંકી દીધા હતા જેથી તેમની ઓળખ ન થઈ શકે. તેઓ કાશ્મીર શૈલીમાં પથ્થરમારો કરી રહ્યા હતા.
એક વીડિયોમાં, બદમાશોએ કારના ઇંધણના ઢાંકણને તોડવાનો પ્રયાસ કર્યો જેથી કરીને તેને આગ લગાડી શકાય. અન્ય એક વીડિયોમાં બદમાશોએ પથ્થરો ફેંકીને જામા મસ્જિદ ઉપર ઉડતા ડ્રોન કેમેરાને પણ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઊંચાઈ વધુ હોવાને કારણે પથ્થર ડ્રોન કેમેરા સુધી પહોંચી શક્યો ન હતો.