નીતિશ કુમારે નવમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હવે તેઓ ફરી એકવાર NDA સાથે બિહારમાં સત્તા પર છે. તેમના સિવાય ભારતીય જનતા પાર્ટીના સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આજના શપથ ગ્રહણમાં નીતિશની સાથે કુલ 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને ચિરાગ પાસવાને પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. શપથ પહેલા જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
JDU-NDAનો મેળ!
નીતિશ કુમારે સોમવારે પ્રથમ કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠક આવતીકાલે સવારે 11.30 કલાકે સચિવાલય સ્થિત કેબિનેટ રૂમમાં મળશે. નીતિશની સાથે કુલ 8 મંત્રીઓએ શપથ લીધા.
નાયબ મુખ્યમંત્રી
1. સમ્રાટ ચૌધરી (ભાજપ)
2. વિજય સિંહા (ભાજપ)
મંત્રી
3. ડૉ. પ્રેમ કુમાર (ભાજપ)
4, વિજેન્દ્ર પ્રસાદ (JDU)
5. શ્રવણ કુમાર (JDU)
6. વિજય કુમાર ચૌધરી (JDU)
7. સંતોષ કુમાર સુમન (HAM)
8. સુમિત સિંહ (અપક્ષ)
મુખ્યમંત્રીએ PM મોદીનો આભાર વ્યક્ત કર્યો
Nitish Kumar એ ટ્વીટ કરીને કહ્યું, હું અને બિહારના તમામ લોકો વતી, હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો તેમના અભિનંદન અને શુભકામનાઓ માટે આભાર વ્યક્ત કરું છું અને તેમના સહકાર માટે હૃદયપૂર્વક આભાર માનું છું. બિહારમાં NDA ગઠબંધન સાથે નવી સરકાર બની છે. જનતા મુખ્ય છે અને તેમની સેવા કરવી એ અમારો મૂળ ઉદ્દેશ્ય છે. કેન્દ્ર અને રાજ્યમાં એનડીએ ગઠબંધનની સરકાર હોવાથી વિકાસના કામોને વેગ મળશે અને રાજ્યના લોકો સુધરશે.
બિહારના CM Nitish Kumar કહે છે, “અમે બિહારના વિકાસ અને પ્રગતિ માટે કામ કરીએ છીએ. અમે એ જ કરતા રહીશું, બીજું કંઈ નહીં. તેજસ્વી કંઈ કરી રહ્યો ન હતો. હવે હું જ્યાં પહેલા હતો (NDAમાં) ત્યાં પાછો આવ્યો છું.”
નવી સરકાર પર જે. પી. નડ્ડાનું નિવેદન
ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કહ્યું, “નીતીશ કુમાર એનડીએમાં પાછા આવ્યા છે, અમારા માટે હર્ષનો વિષય છે.”
આ પણ વાંચો: સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ડીલ DONE!