Nepal Protest: નેપાળમાં રાજકીય સંકટ વધુ ઊંડું બન્યું છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જે હિંસક વિરોધ પ્રદર્શનોના દબાણ હેઠળ આવ્યું છે. આ પ્રદર્શનોની શરૂઆત સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યા બાદ થઈ હતી, પરંતુ હવે આ વિરોધ ભ્રષ્ટાચાર અને રાજકીય અસંતોષની લાગણીઓ સુધી વિસ્તર્યો છે.
શા માટે આપવું પડ્યું ઓલીને રાજીનામું?
રવિવાર સાંજે સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો, જેના વિરોધમાં યુવાનો ખાસ કરીને ‘Gen-Z’ના બેનર હેઠળ રસ્તા પર ઉતર્યા. શરૂઆતમાં આંદોલન શાંતિપૂર્ણ હતું, પરંતુ બાદમાં હિંસક બન્યું. વિરોધીઓએ ‘કેપી ચોર, દેશ છોડ’ અને ‘ભ્રષ્ટ નેતાઓ સામે કાર્યવાહી કરો’ જેવા નારા લગાવ્યા.
Nepal Protest: સોમવારે પોલીસે બળપ્રયોગ કરતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની. આ અથડામણમાં 19 લોકોના મોત અને 300થી વધુ લોકો ઘાયલ થયા. ઘટના બાદ ગૃહમંત્રી રમેશ લેખકે પણ રાજીનામું આપી દીધું, પરંતુ વિરોધ અટક્યો નહીં. અંતે વધતા દબાણને કારણે પ્રધાનમંત્રી ઓલીએ પદ છોડવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચો – Coolie: રજનીકાંતની નવી મેગા બ્લોકબસ્ટર, બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ
- પ્રધાનમંત્રી ઓલીના રાજીનામા પછી પણ કાઠમંડુ સહિત અનેક શહેરોમાં હિંસા યથાવત છે.
- ભક્તપુરના બાલાકોટમાં પ્રધાનમંત્રી ઓલીના નિવાસસ્થાને આગ લગાડાઈ.
- પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકના ઘરને પણ નિશાન બનાવાયું.
- વિરોધીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા, જેને દેશની લોકશાહી વ્યવસ્થા પર ગંભીર હુમલો માનવામાં આવી રહ્યો છે.
હવે શું?
પ્રધાનમંત્રીના રાજીનામાથી સરકાર પડી જતી નથી, કારણ કે નેપાળની વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ સરકારના વડા ગણાય છે. હાલના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલ પણ રાજીનામું આપી શકે તેવી અટકળો ચાલી રહી છે. જો આવું બને તો, દેશમાં સંપૂર્ણ રાજકીય શૂન્યાવકાશ સર્જાઈ શકે છે.

