ભારતે જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સ 2018માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 70 મેડલ જીત્યા હતા. જ્યારે ભારતે 2018નો રેકોર્ડ તોડ્યો છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે 80થી વધુ મેડલ મેળવ્યા છે.
એશિયન ગેમ્સના 11માં દિવસે ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફાઈનલમાં શ્રેષ્ઠ થ્રો સાથે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેણે પાંચમા પ્રયાસમાં સૌથી વધુ 88.88 મીટરનો થ્રો ફેંક્યો હતો. નીરજ ચોપરાનો આ બીજો સર્વશ્રેષ્ઠ થ્રો છે. અને ભારતના જ કિશોર જેનાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.
જ્યારે 3 ઓક્ટોબરના રોજ અનુ રાનીએ ઈતિહાસ રચી નાખ્યો છે, 72 વર્ષના બાદ ભારતને વિમેન્સ જેવલિન થ્રોમાં અનુ રાનીના હસ્તે ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતની જ્યોતિ સુરેખા અને ઓજસ પ્રવીણે આર્ચરી મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. અને ભારતીય મેન્સ ટીમની 4×400 મીટર રિલે રેસમાં પ્રથમ ક્રમે રહી હતી.
4 ઓક્ટોબર સુધી, ભારતે એશિયન ગેમ્સ 2023માં 81 મેડલ જીત્યા છે, જેમાં 18 ગોલ્ડ, 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ છે. આ મેડલની મદદથી ભારતે એશિયન ગેમ્સમાં તેના સર્વકાલીન શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું છે. આ પહેલા ભારતે એશિયન ગેમ્સ 2018માં 70 મેડલ જીત્યા હતા. જેમાં 16 ગોલ્ડ, 23 સિલ્વર અને 31 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. 1951માં પ્રથમ એશિયન ગેમ્સથી ભારત આ ગેમ્સનો ભાગ છે. ભારતે તમામ 18 એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો.
ચીનના પીપલ્સ રિપબ્લિકના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023માં ભારતના 655 ખેલાડીઓ ભાગ લીધો છે. કોન્ટિનેંટલ મલ્ટિસ્પોર્ટ ઇવેન્ટની 19મી આવૃત્તિ સત્તાવાર રીતે 23 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી અને 8 ઓક્ટોબરના રોજ સમાપન સમારોહ થશે.