Tuesday, 24 Jun, 2025
spot_img
Tuesday, 24 Jun, 2025
HomeNATIONALMock Drill and Blackout: આવતીકાલે 244 વિસ્તારોમાં થશે મોક ડ્રીલ

Mock Drill and Blackout: આવતીકાલે 244 વિસ્તારોમાં થશે મોક ડ્રીલ

Share:

Pahalgam Terror Attack પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, બુધવારે દેશના 244 વિસ્તારોમાં યુદ્ધમાં બચવાની તકનીકો પર Mock Drill and Blackout થશે. Ministry of Home Affairs એ આ વિસ્તારોને નાગરિક સંરક્ષણ જિલ્લાઓ તરીકે સૂચિબદ્ધ કર્યા છે. આ સામાન્ય વહીવટી જિલ્લાઓથી અલગ છે.

નાગરિક સંરક્ષણ જિલ્લાઓને તેમની સંવેદનશીલતાના આધારે 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. શ્રેણી-1 સૌથી સંવેદનશીલ છે અને શ્રેણી-3 ઓછી સંવેદનશીલ છે. 5 મેના રોજ ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને મોક ડ્રીલ યોજવાનો આદેશ આપ્યો હતો. આજે દિલ્હીમાં ગૃહ મંત્રાલય ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મોક ડ્રીલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં રાજ્યોના મુખ્ય સચિવો અને નાગરિક સંરક્ષણ વડાઓ સહિત ઘણા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડાશે.નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે.

આ પણ વાંચો – Met Gala 2025: કિંગ ખાને રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરીને રચ્યો ઇતિહાસ

જયારે સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં. તેમજ તાત્કાલિક એટલે કે 5થી 10 મિનિટમાં સલામત સ્થળોએ પહોંચી જવું. ખુલ્લા વિસ્તારોથી દૂર ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું. આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું. તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments