મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં ભારતની દીકરી હરનાઝ કૌર સંધુએ 70મી મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. સૌથી મોટી વાત એ છે કે ભારતે 21
વર્ષના લાંબા સમય બાદ આ ખિતાબ જીત્યો છે. હરનાઝ પહેલા આ ખિતાબ 1994માં સુષ્મિતા સેન અને વર્ષ 2000માં લારા દત્તાએ જીત્યો હતો. ભારતે હવે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે.
હરનાઝ ચંદીગઢ, ભારતની વતની છે. તેનો જન્મ શીખ પરિવારમાં થયો હતો. હરનાઝ ફિટનેસ અને યોગ પ્રેમી છે. 2017માં હરનાઝે મિસ ચંડીગઢનો ખિતાબ જીત્યો હતો. એક વર્ષ પછી, 2018માં હરનાઝને
મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયા 2018 નો તાજ એનાયત કરવામાં આવ્યો. બે પ્રખ્યાત ખિતાબ જીત્યા પછી, હરનાઝે મિસ ઈન્ડિયા 2019 સ્પર્ધામાં ભાગ લીધો, જ્યાં તેણે ટોચના 12માં સ્થાન
મેળવવામાં સફળતા મેળવી હતી.
હરનાઝે મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં ભાગ લેતા ફિલ્મોમાં પણ કામ કરવાનું શરુ કરી દીધુ છે..મિસ યુનિ. સ્પર્ધામાં મિસ પેરાગ્વે બીજા ક્રમે અને મિસ સાઉથ આફ્રિકા ત્રીજા ક્રમે રહી હતી..
ભારતની દીકરી હરનાઝ કૌર સંધુએ 70મી મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો
ચંદિગઢની વતની હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતી ભારતનું નામ રોશન કર્યુ છે...21 વર્ષ બાદ ભારતએ આ ખિતાબ જીત્યો છે..