વેબ સિરીઝ Mirzapur 3 નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. દોઢ મિનિટના આ ટીઝરમાં મિર્ઝાપુરની સરખામણી એક જંગલ સાથે કરવામાં આવી છે અને તેમાં રહેતા લોકોની સરખામણી પ્રાણીઓ સાથે કરવામાં આવી છે.
Mirzapur 3 ના ટીઝરમાં બે વસ્તુઓ ખાસ છે. પહેલું એ છે કે કાલીન ભૈયા પાછા ફરી રહ્યા છે અને તેમને ઘાયલ સિંહની જેમ રજૂ કરવામાં આવી રહ્યા છે. બીજું, આ સિઝનમાં ગત સિઝનના દાદા ત્યાગી, શંકુતલા શુક્લા અને લાલા જેવા ઘણા પાત્રો પોતાનો બદલો લેતા જોવા મળશે.
આમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, શ્વેતા ત્રિપાઠી, ઈશા તલવાર, લિલીપુટ, મેઘના મલિક, મનુ ઋષિ અને શીબા ચઢ્ઢા પોતપોતાની ભૂમિકામાં જોવા મળે છે.
મિર્ઝાપુર સિઝન 1 અને 2
‘મિર્ઝાપુર’ની પહેલી સિઝન 2018માં અને બીજી સિઝન 2020માં રિલીઝ થઈ હતી. હવે તેની ત્રીજી સિઝન 5 જુલાઈએ રિલીઝ થશે. દિવ્યેન્દુ શર્મા, વિક્રાંત મેસી અને શ્રિયા પિલગાંવકર જેવા કલાકારો પણ આ શોની પાછલી સીઝનનો ભાગ રહ્યા છે.
આ પણ વાંચો: Modi 3.0 Cabinet: કયા નેતાને મળ્યું કયું મંત્રાલય? આવો જાણી લઈએ..