આલિયા ભટ્ટ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. વર્ષ 2023 માં મેટ ગાલામાં આલિયા પોતાની શરૂઆત કરી હતી અને તે વખતે આલિયાએ સફેદ ગાઉનમાં મેટ ગાલા પર પ્રભુત્વ જમાવ્યું હતું. આલિયા ભટ્ટ ફરી એકવાર Met Gala 2024 માં ખૂબ જ અદભૂત અને સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી છે.
વાસ્તવમાં, આલિયા ભટ્ટે મંગળવારે 7 મેના રોજ આ ફેશન ઇવેન્ટમાં ભાગ લીધો. અભિનેત્રીએ આ વર્ષની થીમ ધ ગાર્ડન ઓફ ટાઈમ અનુસાર એક સુંદર પોશાક પસંદ કર્યો છે. આલિયાએ મેટ ગાલાના પહેલા દિવસે સબ્યસાચીની ફ્લોરલ સાડી પહેરી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની મેટ ગાલાની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Met Gala માં ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ
આલિયાએ Met Gala 2024ના આ લુકથી ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. અભિનેત્રી 2024 મેટ ગાલામાં ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી હતી. આ મોટી ઇવેન્ટ માટે એક સુંદર સાડી પહેરી છે, જેના પર ગુલાબી અને સફેદ ફૂલો અને ભરતકામ દેખાય છે. આ લુકમાં આલિયા અદભૂત લાગી રહી છે.
આલિયાની સાડી સબ્યસાચીએ કરી તૈયાર
આલિયા ભટ્ટની આ સાડી સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે 23 ફૂટ લાંબી ટ્રેઇલ છે, જેને અનૈતા શ્રોફ અદાજાનિયાએ સ્ટાઇલ કરી છે. આ વર્ષની થીમ ધ ગાર્ડન ઓફ ટાઈમ છે, જેને ધ્યાનમાં રાખીને અભિનેત્રીનો લુક ફ્લોરલ છે. તમને જણાવી દઈએ કે સાડી બનાવવામાં 163 કારીગરોએ કામ કર્યું છે અને તેને બનાવવામાં 1965 કલાકનો સમય લાગ્યો છે.
આ પણ વાંચો: Saree Goes Global: ટાઈમ્સ સ્કેવરમાં ભારતીય સંસ્કૃતિની ઝલક