Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALMaharashtra Cabinet: 04 મહિલા - 01 મુસ્લિમ ચહેરાને સ્થાન મળ્યું

Maharashtra Cabinet: 04 મહિલા – 01 મુસ્લિમ ચહેરાને સ્થાન મળ્યું

Share:

Maharashtra Cabinet – મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 21 દિવસ બાદ આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું વિસ્તરણ થયું. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. 33 કેબિનેટમંત્રી અને 06 રાજ્યમંત્રીએ શપથ લીધા. મહારાષ્ટ્રમાં 33 વર્ષ બાદ કેબિનેટ વિસ્તરણ અને શપથગ્રહણ રાજ્યની ઉપરાજધાની Nagpur માં આયોજિત થયું. મુખ્યમંત્રી Devendra Fadnavis, નાયબ મુખ્યમંત્રી Eknath Shinde અને Ajit Pawar મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

Maharashtra Cabinet માં ભાજપના 16 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા જ્યારે ત્રણે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે શિવસેનાના 09 અને NCPના 08 ધારાસભ્યઓએ Cabinet Ministers તરીકે અને શિવસેનાના 02 તથા NCPના 01 ધારાસભ્યે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં 4 મહિલા અને 1 મુસ્લિમ ચહેરાને સ્થાન મળ્યું છે. કેબિનેટમાં સૌથી યુવા મંત્રી NCPના અદિતિ તટકરે (ઉં.વ.36) છે અને સૌથી વૃદ્ધ મંત્રી ભાજપના ગણેશ નાઈક (ઉં.વ.74) છે.

આ પણ વાંચો: D Gukesh ચેસનો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન

ભાજપના પંકજ ભોયર (PhD) સૌથી વધુ શિક્ષિત મંત્રી છે. શિવસેનાના ભરત ગોગાવલે સૌથી ઓછા ભણેલા (8 પાસ) મંત્રી છે. કેબિનેટમાં 30-40 વર્ષની વયના બે મંત્રીઓ, 40-50 વર્ષની વયના 12 મંત્રીઓ, 50-60 વર્ષની વયના 12 અને 60 વર્ષથી ઉપરના 13 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાજપના 19 મંત્રી

  1. ચંદ્રશેખર બાવનકુલે (ભાજપ)
  2. પંકજા મુંડે (ભાજપ)
  3. મંગલ પ્રભાત લોઢા (ભાજપ)
  4. ગણેશ નાઈક (ભાજપ)
  5. ગિરીશ મહાજન (ભાજપ)
  6. જય કુમાર રાવલ (ભાજપ)
  7. અતુલ સાવે (ભાજપ)
  8. અશોક ઉઇકે (ભાજપ)
  9. આશિષ શેલાર (ભાજપ)
  10. ચંદ્રકાંત પાટીલ (ભાજપ)
  11. શિવેન્દ્ર રાજે ભોસલે (ભાજપ)
  12. જય કુમાર ગોર (ભાજપ)
  13. સંજય સાવકરે (ભાજપ)
  14. નિતેશ રાણે (ભાજપ)
  15. માધુરી મિસાલ (ભાજપ)
  16. રાધાકૃષ્ણ વિખે (ભાજપ)
  17. પંકજ ભોયર (ભાજપ)
  18. મેઘના બોર્ડિકર (ભાજપ)
  19. આકાશ પુંડકર (ભાજપ)

શિવસેનાના 11 મંત્રી

  1. દાદા દગડુ ભુસે (શિવસેના-શિંદે)
  2. સંજય રાઠોડ (શિવસેના-શિંદે)
  3. ગુલાબરાવ પાટીલ (શિવસેના-શિંદે)
  4. ઉદય સામંત (શિવસેના-શિંદે)
  5. સંજય શિરસાટ (શિવસેના-શિંદે)
  6. પ્રતાપ સરનાઈક (શિવસેના-શિંદે)
  7. ભરત ગોગાવલે (શિવસેના-શિંદે)
  8. શંભુરાજ દેસાઈ (શિવસેના-શિંદે)
  9. આશિષ જાયસ્વાલ (શિવસેના-શિંદે)
  10. યોગેશ કદમ (શિવસેના-શિંદે)
  11. પ્રકાશ આબિટકર (શિવસેના-શિંદે)

NCPના 9 મંત્રી

  1. ધનંજય મુંડે (NCP-અજિત)
  2. હસન મુશ્રિફ (NCP-અજિત)
  3. દત્તાત્રેય ભરણે (NCP-અજિત)
  4. માણિક રાવ કોકાટે (NCP-અજિત)
  5. નરહરિ ઝિરવાલ (NCP-અજિત)
  6. અદિતિ તટકરે (NCP-અજિત)
  7. મકરંદ જાધવ પાટીલ (NCP-અજિત)
  8. ઇન્દ્રનીલ નાઇક (NCP-અજિત)
  9. બાલા સાહેબ પાટિલ (NCP-અજિત)

Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments