- 1.5 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું વિશાળ સંકુલ
- ગૃહ વિભાગ સહિતના મંત્રાલયોનું નવું ઠેકાણું
- અનેક સરકારી વિભાગ, મંત્રાલયો હવે એક છતની નીચે
- અત્યાધુનિક સુવિધા અને ટેક્નોલોજીથી છે સજ્જ
- પ્રધાનમંત્રી મોદીએ કર્તવ્ય ભવનનું કર્યું ઉદ્ધાટન
PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર Kartavya Bhavan – 03 નું ઉદ્ઘાટન કરીને ભારતના વહીવટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવી શરૂઆત કરી છે. આ ઇમારત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને કોમન સેન્ટ્રલ સેક્રેટરીએટ (CSS)ની 10 ઇમારતોમાંથી પ્રથમ છે. એટલે ઉદ્ઘાટન બાદ PM મોદીએ એક જાહેર સભાને સંબોધી હતી, જેમાં આ પ્રોજેક્ટના મહત્વ અને તેની વહીવટી કાર્યક્ષમતા વધારવાની શક્યતાઓ પર ચર્ચા કરી હતી.
આ પણ વાંચો – Ghana Helicopter Crashમાં 8 લોકોના મોત, રક્ષા અને પર્યાવરણ મંત્રીઓના પણ મોત
Kartavya Bhavan ની આ ઇમારતમાં ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, MSME, કાર્મિક મંત્રાલય (DoPT), પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેમજ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય સ્થળાંતર કરશે. પ્રધાનમંત્રી Narendra Modi એ કહ્યું- વિકસિત ભારતની નીતિઓ કર્તવ્ય ભવનમાંથી બનાવવામાં આવશે. આ ફક્ત એક ઈમારત નથી, કરોડો લોકોના સપનાઓને સાકાર કરવાની ભૂમિ છે. ખાસ કાચની બારીઓ ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે અને ઇમારતને ઠંડી રાખે છે. જેનાથી ઉર્જા વપરાશ 30% ઓછો થાય છે. આ સુવિધાઓ વહીવટી કાર્યોને સરળ બનાવવા ઉપરાંત ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે.