Adani Group ના ચેરમેન Gautam Adani ના નાના પુત્ર Jeet Adani Wedding શુક્રવારે દિવા જૈમિન શાહ સાથે લગ્નના બંધનમાં બંધાયા. જીત અને દિવાની સગાઈ માર્ચ 2023માં થઈ હતી. દિવાનો પરિવાર સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
ગૌતમ અદાણીએ X પર લગ્નની તસવીરો શેર કરી છે. તેમણે લખ્યું- સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદથી, જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. તેમના લગ્ન અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને શુભકામનાઓ સાથે પ્રિયજનો વચ્ચે થયા હતા.

5 ફેબ્રુઆરીએ, જીત અને દિવાએ તેમના લગ્ન માટે દર વર્ષે 500 દિવ્યાંગોને 10 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. જીત અમદાવાદમાં 21 નવા પરિણીત અપંગ પતિ-પત્નીઓને મળ્યો. તેમને આર્થિક મદદ પણ કરી.

માર્ચ 2023માં થઈ સગાઈ
Jeet Adani અને Diva Shah ની સગાઈ પણ ખૂબ જ ખાનગી રીતે થઈ હતી. તેમની સગાઈની એક જ તસવીર સામે આવી છે. કપલ પેસ્ટલ ટોન્સમાં પરંપરાગત પોશાક પહેરેલું જોવા મળ્યું હતું.દિવાના પિતા જૈમિન શાહ સી. દિનેશ એન્ડ કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડમાં ભાગીદાર છે. કંપનીનો મુંબઈ અને સુરતમાં હીરાનો બિઝનેસ છે.
જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાં અભ્યાસ કર્યો છે. તેઓ 2019માં અદાણી ગ્રૂપમાં જોડાયા હતા અને હાલમાં તેઓ ગ્રૂપ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ Adani Airports અને Adani Digital Labs નું નેતૃત્વ કરે છે.