
ધડક ફિલ્મથી લાઇમ લાઇટમાં આવેલી જાહ્નવી કપૂરે પોતાની ક્યુટનેસથી પોતાનું ફેનફોલોઇંગ ખૂબ જ વધાર્યું છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેનાર જાહ્નવી કપૂરે વેસ્ટર્નથી લઇને ટ્રેડિશનલ અને બિકિની ડ્રેસથી લઇને ટ્રાઉસર વેઅરમાં પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાની તસવીરો ટ્વીટર એકાઉન્ટ પર હંમેશા શેર કરે છે અને જાણ કરે છે કે તે શું કરી રહી છે, જેને પગલે જાહ્નવીના ફેન્સ હંમેશા તેનાથી અપડેટ રહે છે. જાહ્નવીએ હાલમાં જ પોતાના મિત્રો સાથે વિકેન્ડ એન્જોય કર્યાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

બ્યૂટિફૂલ જાહ્નવીએ બ્લેક કલરની બિકીનીમાં પણ એક તસવીર પોસ્ટ કરી છે. સ્વિમિંગ પુલમાં સ્વિમ કરતા કરતા જાહ્નવીએ આ ફોટો શૂટ કરાવ્યું છે.

એટલું જ નહીં જાહ્નવીએ પોતાના મિત્રોની સાથે સનસેટની પણ મજા માણી, જેની તસવીર પણ જાહ્નવીએ શેર કરી છે. આ તસવીરો જોઇને એટલું ચોક્કસ અનુમાન લગાવી શકાય કે જાહ્નવીએ વીકેન્ડ કેટલો એન્જોય કર્યો હશે.
