કેન્દ્ર સરકાર આ વખતે વચગાળાનું Budget 2024 રજૂ કરશે. દેશનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આ બજેટમાં ટેક્સમાં કંઈ નવું થવાની શક્યતા ઓછી છે. જોકે, નીતિ અગ્રતા અને રાજકોષીય એકત્રીકરણ પર નજર રાખવામાં આવશે.
વચગાળાનું બજેટ એટલે શું?
- વચગાળાનું બજેટ એક કામચલાઉ નાણાકીય બજેટ તરીકે ઓળખાય છે
- નાણાકીય વર્ષના શરૂઆતના મહિનાને કવર કરનારુ એક નાનું બજેટ
- આ બજેટ ત્યાં સુધી માન્ય નથી થતું, જ્યાં સુધી નવી સરકાર શાસન ન સંભાળે
- વચગાળાનું બજેટ વાર્ષિક કે સામાન્ય બજેટથી હોય છે અલગ
- આ બજેટથી સરકાર પોતાની આવક અને ખર્ચની રુપરેખા કરે છે તૈયાર
- નવી સરકારની રચના થાય ત્યાં સુધી ચૂંટણી ખર્ચનું સરળતાથી સંચાલન
2019માં વચગાળાનું બજેટ રજૂ
1 ફેબ્રુઆરી 2019ના રોજ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં 2019-20 માટે પીએમ કિસાન યોજનામાં 75000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

Budget 2024માં ફોકસ
સરકારે Budget 2024 માં પોતાનું ફોકસ વધાર્યું છે. સરકારનું કહેવું છે કે બજેટ 2024નું ધ્યાન ‘જ્ઞાન’ પર રહેશે. જ્ઞાન એટલે ગરીબ , યુવા, અન્નદાતા (ખેડૂત) અને નારીશક્તિ. આગામી બજેટમાં સરકાર આ 4 વર્ગના લોકો માટે ખાસ જાહેરાત કરી શકે છે. આ વખતનું બજેટ વચગાળાનું હોવાથી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલીક ખાસ જાહેરાતો કરવામાં આવી શકે છે.
બજેટ સાથે જોડાયેલો ઇતિહાસ
- દેશનું પહેલું બજેટ 07 એપ્રિલ 1860ના રોજ થયું હતું રજૂ
- બ્રિટિશ સરકારના નાણામંત્રી જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું
- સ્વતંત્રતા મેળવ્યા બાદ 1947માં જ રજૂ થયું પ્રથમ બજેટ
- 26 નવેમ્બરે નાણામંત્રી આર. કે. શણમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું
- 15 ઓગસ્ટ 1947થી 31 માર્ચ 1948 સુધીની અવધિમાં લવાયું હતું આ બજેટ
- 1950માં ગણતંત્રની સ્થાપના, 28 ફેબ્રુઆરીએ પહેલું બજેટ થયું રજૂ
- ગણતંત્રની સ્થાપના બાદ પહેલું બજેટ જોન મથાઈએ રજૂ કર્યું હતું
વચગાળાનું બજેટ 2024-2025 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યાથી બજેટ સંબોધન શરૂ કરી શકે છે.
બજેટની જાણી-અજાણી વાતો
- સૌથી લાંબા ભાષણનો રેકોર્ડ નિર્મલા સીતારમણના નામે
- 1 ફેબ્રુઆરી 2020ના રોજ 2 કલાક 42 મિનિટનું આપ્યું હતું ભાષણ
- 1991માં મનમોહન સિંહે 18,650 શબ્દનું સૌથી લાંબુ ભાષણ આપ્યું હતું
- 2018માં નાણામંત્રી અરુણ જેટલીનું ભાષણ 18,604 શબ્દોનું હતું
- 1977માં નાણામંત્રી હીરુભાઈ મુલ્ઝીભાઈ પટેલે માત્ર 800 શબ્દોમાં સૌથી નાનું ભાષણ આપ્યું હતું