પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. દરમિયાન, નૌકાદળના યુદ્ધ જહાજ INS Surat ને ગુરુવારે પહેલી વાર સુરતના Hajira Port પર તૈનાત કરવામાં આવ્યું હતું. અહીં નેતાઓ અને નૌકાદળના અધિકારીઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ Govind Dholakia એ જણાવ્યું હતું કે ભારત પાસે ચાર જેટલાં યુદ્ધ જહાજ છે, જે પૈકી INS સુરત જહાજ તમામ ટેક્નોલોજીથી સજ્જ છે. સુરતના આંગણે જહાજ આવ્યું છે એ આપણા માટે ગૌરવની ક્ષણ છે. આમજનતા માટે આ જહાજ નિહાળવા માટે પ્રવેશ વ્યવસ્થા નથી. તા.1 અને 2 મે દરમિયાન અદાણી હજીરા પોર્ટ પર માત્ર આમંત્રિતોને જ પ્રવેશ મળશે.
યુદ્ધ જહાજ ‘INS Surat’ નું નિર્માણ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL), મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે, જેના મહત્તમ ઉપકરણો, સંસાધનો સ્વદેશી છે, જે ‘આત્મનિર્ભર ભારત’ તેમજ મેક ઇન ઇન્ડિયા વિઝનને પ્રતિબિંબિત કરે છે. જહાજની લંબાઈ 167 મીટર, પહોળાઈ 17.4 મીટર અને વજન 7400 ટન છે. તે 30 નોટ્સ (56 કિમી/કલાકથી વધુ)ની ઝડપ ધરાવે છે.
આ પણ વાંચો – WAVES 2025: Connecting Creators, Connecting Countries
ગત 15 જાન્યુઆરી 2025એ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે પ્રધાનમંત્રી Narendra Modi ના હસ્તે INS Nilgiri અને INS વાઘશીર સાથે INS સુરત યુદ્ધ જહાજને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. 24 એપ્રિલ, 2025એ INS સુરતે અરબી સમુદ્રમાં MRSAM (મીડિયમ રેન્જ સપાટીથી હવામાં માર કરતી મિસાઇલ)નું સફળ પરીક્ષણ કર્યું હતું, જેમાં સમુદ્રની સપાટીથી નજીકથી આવતા લક્ષ્યને ચોક્સાઈથી નષ્ટ કરવામાં આવ્યું હતું.