Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeSPORTSChampions Trophy: ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્માને વિશેષ જવાબદારી

Champions Trophy: ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્માને વિશેષ જવાબદારી

Share:

BCCIએ શનિવારે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી અને Champions Trophy માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ 15 સભ્યોની ભારતીય ટીમના નામ જાહેર કર્યા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી એક વર્ષ બાદ ટીમમાં પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શમી નવેમ્બર 2023થી ઈજાના કારણે ટીમની બહાર હતો. 4 ઓલરાઉન્ડરોને ટીમમાં રાખવામાં આવ્યા છે. આના પર રોહિત શર્માએ કહ્યું કે અમારા માટે આવા વિકલ્પો સારા છે, જે જરૂર પડ્યે બોલ નાંખી શકે અને બેટિંગ પણ કરી શકે.

19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી

Champions Trophy 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાન અને UAEના 4 શહેરોમાં યોજાશે. જેમાં લાહોર, કરાચી, રાવલપિંડી અને દુબઈનો સમાવેશ થાય છે. ભારતીય ટીમની તમામ મેચ દુબઈમાં રમાશે. ભારતનો મુકાબલો 23 ફેબ્રુઆરીએ દુબઈમાં પાકિસ્તાન સામે થશે.

ODI વર્લ્ડ કપ-2023 રમી ચૂકેલા 11 ખેલાડીઓને ટીમમાં તક મળી છે. જેમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવના નામ સામેલ છે. વર્લ્ડ કપ ટીમમાં સામેલ સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજને પડતો મૂકવામાં આવ્યો છે. આ વખતે ચાર નવા ચહેરા રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – SpaDeX: ભારતે અવકાશમાં બનાવ્યો નવો રેકોર્ડ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમની બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની બે સેમી ફાઈનલ 4 અને 5 માર્ચે યોજાશે. જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments